તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • થરાદ | થરાદપંથકમાંતાજેતરમાં ઇંચ ધોધમાર વરસાદ ખાબકતાં નિચાણવાળા ગામો પાણીમાં

થરાદ | થરાદપંથકમાંતાજેતરમાં ઇંચ ધોધમાર વરસાદ ખાબકતાં નિચાણવાળા ગામો પાણીમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ | થરાદપંથકમાંતાજેતરમાં ઇંચ ધોધમાર વરસાદ ખાબકતાં નિચાણવાળા ગામો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ત્યારે સાત-આઠ દિવસ વિતવા છતાં હજુ સુધી નાગલા દૂધ મંડળીમાંથી વરસાદના પાણી ઓસર્યા હતા. જેથી મંડળીના કર્મચારીઓએ પોતાનું કામ બહાર ખુલ્લા મેદાનમાં જ્યાં પાણી નથી તેવા વિસ્તારમાં કામ કરતાં નજરે પડ્યા હતા. થરાદપંથકના ડોડગામ, મલુપુર, સણદર, નાગલા જેવા ગામોમાં પાણી ભરાઇ ગયા હતા. ત્યારે અંદાજે સાત-આઠ દિવસ વિતવા છતાં હજુ સુધી અમુક નિચાણવાળા વિસ્તારોમાંથી વરસાદી પાણી ઓસર્યા નથી. ત્યારે થરાદ તાલુકાની નાગલા દૂધ ઉત્પાદક સહ મંડળીની કચેરીમાં પાણી ઘૂસી જતાં મંત્રી કેવશીભાઇ પટેલે દૂધ મંડળીની કચેરીને ખૂલ્લી જગ્યાની ટેકરી ઉપર કાર્યરત કરી દૂધના ગ્રાહકોને પેમેન્ટ કરતા હતા. સત્વરે જવાબદાર તંત્ર સાબદું બની નિચાણવાળી જગ્યામાં જ્યાં પાણી ભરાયા છે તે પાણીના પ્રવાહને દૂર કરાવે તેવી માંગ છે. પાણીના વધુ પડતાં ભરાવવાના લીધે ગંદકી અને મચ્છરોનું સામ્રાજ્ય વધી જશે અને ભયંકર રોગચાળો ફાટશે તેવી ભીતિ સેવાઇ રહી છે. તસવીર-દેવરામમિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...