તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિયોદરના હાઇવે વિસ્તારમાં ઝાડીમાં આગ લાગતાં દોડધામ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દિયોદરહાઇવે વિસ્તારમાં મામલતદાર કચેરી સામે આવેલ રેન્જ ફોરેસ્ટ કચેરીનાં આગળના ભાગમાં ઝાડીમાં સોમવારે બપોરે આકસ્મિક રીતે આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. જ્યારે તંત્ર દ્વારા થરા પાલિકાના ફાયર ફાયટર બોલાવી પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો.

દિયોદર આરએફઓ કચેરીના આગળના ભાગની બાવળની ઝાડીમાં સોમવારે બપોરે આકસ્મિક રીતે આગ લાગતાં થોડાક સમયમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. આગ બુઝાવવાની કોશિષ કરી હતી. પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં થરા નગરપાલિકાના ફાયર ફાયટરને જાણ કરાતાં ફાયર ફાયટર ચાલક અમીભાઇ દેસાઇ અને ફાયર મેન નિરવભાઇ જોષીએ તાત્કાલિક આવી પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી.

ફાયર ફાયટર દ્વારા આગ પર કાબુ મેળવાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો