તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીરુંનો તૈયાર પાક પાણીમાં પલળી જતાં ખેડૂતને નુકસાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરહદીસૂઈગામ તાલુકાના છેવાડાના દુદોસણ ગામની સીમમાંથી પસાર થતી ડુંગળા માઇનોર 2 કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા કેનાલનું પાણી ખેતરમાં તૈયાર જીરુંના પાકમાં ભરાતા ખેડૂતને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી મોરવાડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલની ડુંગળા માઇનોર 2 કેનાલમાં રવિવારે રાત્રે વધુ પાણી છોડી દેતા 10 ફૂટનું ગાબડું પડતા દુદોસણના ખેડૂત હરસેગભાઈ હમીરજી ચાવડાના ખેતરમાં જીરું વાઢી તૈયાર પાથરામાં પાણી ભરાઈ જતા મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતને હજારો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.આ અંગે હરસંગભાઈએ જણાવ્યું કે મારા ખેતરમાં ચોથીવાર કેનાલ તૂટી છે,કેનાલ ની કામગીરી હલકી થવાને કારણે મારા ખેતરમાં વારંવાર કેનાલ તૂટવાને કારણે મારે નુકસાન વેઠવુ પડે છે.

ડુંગળા માઇનોર 2 કેનાલમાં 10 ફુટનુંગાબડુ પડતાં ખેતરમાં તૈયાર જીરૂના પાકમાં પાણી ભરાતા ખેડૂતને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. તસવીર-રાજુ ઠાકોર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો