તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદના લુણાવામાં ખેડૂતોની સભા યોજાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કિસાનબલિદાન દિવસ નિમિત્તે થરાદના લુણાવા ગામમાં રવિવારે ખેડુતોની જિલ્લાની જાહેર સભા યોજાઇ હતી. જેમાં 38 વર્ષ પૂર્વે નાકર આંદોલનમાં શહિદ થયેલા ખેડુતો ભાઇ-બહેનોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. થરાદ તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ માધાભાઇ પટેલે જણાવ્યું હતું કે ‘આ બેઠકમાં ખેડૂતોનું સંગઠન મજબુત બનાવવા ઉપરાંત કુદરતી ખેતી પર ભાર મુકવા પર અનુરોધ કરવામાં આવ્યો હતો. ઢીમાના મહામંડલેશ્વર શ્રી જાનકીદાસજી મહારાજે પણ બળદ થકી ખેતી કરી ગૌવંશ બચાવવા અને વ્યસનમુક્ત બનવા જણાવ્યું હતું. સભામાં રાષ્ટ્રિય સભ્ય મગનભાઇ પટેલ, પ્રદેશ સંગઠન મંત્રી અશોકભાઇ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શામળભાઇ ચૌધરી, પ્રદેશ મહામંત્રી બાબુભાઇ પટેલ, પ્રદેશ પ્રતિનીધી કુરાભાઇ પટેલ, જિલ્લાના પ્રમુખ ભીખાભાઇ ભુટકા, હિરાજી માળી તથા કાનજીભાઇ પટેલ, વાઘજીભાઇ પટેલ અને રત્નાભાઇ પટેલ સહિત બહોળી સંખ્યામાં ખેડુતો પણ ઉપસ્થિત રહ્યા હતા.

થરાદના લુણાવામાં ખેડૂતોની જાહેર સભા યોજાઇ હતી. તસવીર-વિષ્ણુદવે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો