તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાનેરાના નેનાવા રોડ પરના 100 દબાણો પર બુલડોઝર ફરી વળ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનેરાનગરપાલિકા વિસ્તારમાં જૂના બસ સ્ટેન્ડથી નેનાવા માર્ગ ઉપર થયેલા દબાણોનો શનિવારે જેસીબી વડે સફાયો કરાયો હતો. પાલિકા તંત્રદ્વારા દિવસ દરમિયાન 100થી વધુ દબાણો તોડી પડાયા હતા. કાચા-પાકા દબાણો તોડવાનુ શરૂ કરાતાં માર્ગ ઉપર મોટી સંખ્યામાં ટોળાં ભેગા થયા હતા. જેના પગલે ઉત્તેજના પ્રસરી ગઇ હતી. અનિચ્છનીય ઘટના ના બને તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. દબાણ ઝૂંબેશ બીજા દિવસે પણ ચાલુ રહેનાર છે. ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં દબાણોનો રાફડો ફાટ્યો છે.પરિણામે ટ્રાફિક સમસ્યા વિકટ બની ગઇ હતી. અંગે જિલ્લા કલેકટરને રજૂઆતો કરાઇ હતી. અને પંદર દિવસ અગાઉ દબાણ દૂર કરવાનો કાર્યક્રમ તયો હતો. જે બંધ રહેતા અનેક તર્ક-વિતર્ક ફેલાયા હતા. ત્યાંજ શનિવારે પાલિકા દ્વારા દબાણોના સફાયો કરવાનુ ઓપરેશન હાથ ધરાયું હતું.જેમાં જૂના બસ સ્ટેન્ડથી નેનાવા રોડ ઉપર કાચા-પાકા તમામ દબાણો દૂર કરાવાનુ શરૂ કરાતાં દબાણદારોમાં દોડધામ મચી ગઇ હતી. પાકા શટરો ધરાવતા દબાણોના દુકાનદારોએ દુકાનો ખાલી કરી હોતી તેવી પણ તમામ દુકાનો બે જેસીબી વડે જમીન દોસ્ત કરી દેવામાં આવી હતી. જેના પગલે દબાણમાં મોટાપાયે દબાણ ખસેડાતા રોડ ઉપર મોટી સંખ્યામાં ટોળા એકઠા થતાં ઉત્તેજના પ્રસરી ગઇ હતી. ચીફ ઓફીસર તરીકે ચાર્જમાં મુકાયેલા આઇએએસ અરવિંદ વિજયને કોઇની પણ શહેશરમ રાખ્યા વગર દબાણોનો ખુડદો બોલાવી દીધો હતો. સાંજ સુધીમાં અંદાજે 100 જેટલા દબાણો તોડી પડાયા હતા. સમયે પ્રાંત અધિકારી બી.જે.સોની, થરાદ ડીવાયએસપી ઉમેશ પટેલ, પોઇ જે.એમ.ચુડાસમા સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. દબાણ ખસેડવાના પ્રથમદિવસે બે જેસીબી મશીનનો ઉપયોગ કરાયો છે. બીજા દિવસે વધુ ત્રણ જેસીબી મશીન કામગીરીમાં જોડાશે.

દબાણ તોડવામાં કોઇને અન્યાય નહી

ત્રણ દિવસમાં જેટલા દબાણો છે તે તમામ તોડી પાડવામાં આવશે. દબાણ તોડવામાં કોઇને અન્યાય નહી થાય .- અરવિંદ વિજયન, ચીફ ઓફીસર પાલિકા)

કેટલા વાહનોનો ઉપયોગ કરાયો

ધાનેરામાં દબાણ હટાવવાના ઓપરેશનમાં 2જેસીબી , 1 લોડર, 5 ટ્રેકટરટ્રોલી, 1, પાણીનું ટેન્કર, 100 મજૂરો સાથે પાલિકાની દબાણ શાખાની ટીમ જોડાઇ હતી.

રાજકારણીઓના મોબાઇલ ‘સ્વીચ ઓફ’

ધાનેરામાં દબાણની મોટાપાયે હાથ ધરાયેલી કામગીરીમાં દબાણમાં દુકાન ધરાવતા દબાણદારોએ ભલામણો શરૂ કરી હતી. જેમાં કોર્પોરેટરો અને મોટા રાજકીય માથાઓના મોબાઇલ ફોન ‘સ્વીચ ઓફ’ થઇ ગયા હતા. જોકે દબાણદારોમાં દબાણો તોડવા માટે અરજી કરનાર એક કોર્પોરેટર સામે પણ લોકોએ રોષ વ્યકત કર્યો હતો.ધાનેરાના જૂના બસસ્ટેન્ડ઼થી નેનાવા રોડ ઉપર થયેલા મોટાભાગના દબાણોને શનિવારે જેસીબી મશીનથી જમીન દોસ્ત કરાયા હતા. }રાજન ચૌધરી

અન્ય સમાચારો પણ છે...