• Gujarati News
  • જીપડાલાનું ટાયર બદલી રહેલા કાંકરેજ પંથકના 3 ખેડૂતોને ટર્બોટ્રકે કચડી નાખ્યા

જીપડાલાનું ટાયર બદલી રહેલા કાંકરેજ પંથકના 3 ખેડૂતોને ટર્બોટ્રકે કચડી નાખ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રિપલ અકસ્માત | પાટણના ભૂતિયાવાસણા પાસેની ઘટના, પાંચને ઇજા


પાટણ-શિહોરી હાઇવે પર આવેલા ભૂતિયાવાસણા નજીક શુક્રવારે મોડી રાત્રે ત્રણ વાગે એક ટર્બોટ્રકે રોડ પર ટાયર બદલવા ઊભેલા બે જીપડાલાને જોરદાર ટકકર મારતાં બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ત્રણ ખેડૂતોના મોત થયા હતા, જ્યારે પાંચ ખેડૂતોને ઇજા થતાં તેમને ધારપુર અને બાદમાં અમદાવાદ ખાતે ખસેડાયા હતા.આ ઘટનાથી લોકોમાં અરેરાટી પ્રસરી ગઇ છે. ખેડૂતો પાટણ અને ઉનાવા ખાતે તમાકુ વેચવા જઇ રહયા હતા ત્યારે કાળ ભરખી ગયો.

કાંકરેજ તાલુકાના નેકોઇ અને કાકર ગામના બે પીકઅપ ડાલા તમાકુ અને એરંડા ભરીને જઇ રહયા હતા ત્યારે ભૂતિયાવાસણાથી સુજનીપુર હાઇવે પર 1 કિ.મી દૂર એરંડા ભરીને પાટણ આવતા જીપડાલા જીજે 1 બી એક્સ 8744 નું પાછળનું ટાયર ફાટી જતા પાછળ સંબંધીઓ તમાકુ ભરીને ઉનાવા જતા હોઇ તેમના જીપડાલા જીજે 6 ડબલ્યુ 9544

અનુસંધાનપાના-8

જીપ ડાલું

નેરોકી જેક વડે ટાયર બદલવાનું કામ કરી રહયા હતા. સમયે કાંકરેજ તરફથી આવી રહેલા કાળમુખા ટર્બો ટ્રક (જીજે 24 વી 5737)ના ચાલકે ટકકર મારતા ધડાકા અને ખેડૂતોની ચીસોથી સીમ વિસ્તાર ખળભળી ઉઠયો હતો. બે ખેડૂતો ટ્રક નીચે આવી જતાં ચગદાઇ જતાં ત્યાંજ મોત થયા હતા, .જ્યારેએકઇજાગ્રસ્તનું પાટણ લઇ જતા રસ્તામાં મોત થયુ હતું. અકસ્માતમાં એક જીપડાલુ ફરી ગયુ હતું, જ્યારે બીજુ રોડ પર બે ત્રણ પલટીઓ મારી ગયુ હતું. જયારે ટર્બોટ્રકનું બમ્ફર અને આગળના ટાયરો તૂટી ગયા હતા તેમ પોલીસે જણાવ્યું હતું. ઘટનાના પગલે કાંસા જંગરાલ પાટણ અને ચાણસ્માની 108 ઇમરજન્સી વાનો બોલાવી લઇ 7 ઇજાગ્રસ્તોને પાટણ ધારપુર હોસ્પીટલ ખસેડયા હતા.અને ત્યાંથી અમદાવાદ લઇ જવાયા હતા. બે વ્યકતિ ટ્રક નીચે દબાઇ જતા જેસીબી અને ક્રેન બોલાવીને દોઢેક કલાકે બહાર કાઢી શકાયા હતા. ઘટનાસ્થળે વાગડોદ પોલીસ પણ દોડી ગઇ હતી. આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતા અને શકય હોય તે બચાવ કામગીરીમાં જોડાઇ ગયા હતા.

દિનેશ ભુદરજી ચાવડા (મૃતક કાંકર)

કાંકરેજના ત્રણ ખેડૂતના મોતને લઈ પથંક હિબકે ચઢ્યું

અાઅકસ્માતમાંમોતને ભેટનાર કાંકરના દિનેશજી ભુદરજી ચાવડાના ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. અને તેમના પરિવારમાં શનિવારથી માતાજીની પ્રતિષ્ઠાનો પ્રસંગ ઉજવવાનો પ્રારંભ થવાનો હતો. જે કરુણઘટનાને લઇ મોકુફ રાખવામાં આવ્યો હતો. શનિવારે બપોરે કાંકર, નેકોઇ અને ઇન્દ્રમાણા ગામમાં મૃતક ખેડૂતોની સ્મશાનયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. / અમૃતસુથાર

કમનસીબ મૃતકો

1.વિક્રમજીકપુરજી ઠાકોર (22) રહે. નેકોઇ

2. દીનેશજી ભુદરજી ઠાકોર (35) રહે. કાકર,

3.બચુજી રાધુજી ઠાકોર (42) રહે. ઇન્દ્રમાણા

અકસ્માત એટલો ભયાનક હતો કે બે ખેડૂતો ટર્બો ટ્રકના તોતિંગ ટાયર નીચે આવી જતાં ઘટનાસ્થળે દમ તોડ્યો હતો. /જેણાજી ઠાકોર

ઇજાગ્રસ્તો

1.અલ્પેશ અનુપજી ઠાકોર, ઇન્દ્રમાણા, 2. બચુજી ધરમસિંહ ઠાકોર, ઉંબરી, 3.બલાજી ચેલાજી ઠાકોર, નેકોઇ, 4.ભરતજી ઇશ્વરજી ઠાકોર, ઇન્દ્રમાણા, 5.અનુપજી કલ્યાણજી ઠાકોર, ઇન્દ્રમાણા, તા. કાંકરેજ

ખેડૂતો પાટણ- ઉનાવા એરંડા અને તમાકુ વેચવા જતા હતા