તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાંદલામાં પંચાયતના નવીન મકાનનું કામ મંદગતિએ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ તાલુકાના જાંદલા ગ્રામ પંચાયતનો 14 લાખના ખર્ચે બનેલ નવીન મકાનના શેડનું કામ છેલ્લા ત્રણ માસથી ચાલી રહ્યું હોવાથી ગામના ખેડૂતો સહિત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો હોવાથી મંદગતિએ ચાલતા કામને પૂર્ણ કરી ગ્રામપંચાયતનું ઉદ્દઘાટન કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી હતી.

જાંદલા ગામ ડેલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ થતો હતો પરંતુ ગત ટર્મની ચૂંટણીમાં અલગ થતાં ગામે સરકાર દ્વારા 14 લાખના ખર્ચે ગ્રામ પંચાયત બનાવવા ગ્રાન્ટ ફાળવી હતી. જે ગ્રાન્ટમાંથી ગ્રામ પંચાયતનું મકાનનું કામ પૂર્ણ થઇ ગયું પરંતુ આગળ આવતા શેડનું કામ અધુરું હોવાથી ગામમાં રહેતા ખેડૂતોને 7/12ના ઉતારા તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે જોતા ડોક્યુમેન્ટ કાગળો જેવા કે સરપંચ કે તલાટીના લેવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોઇ તાત્કાલિક ધોરણે અધુરા ગ્રામ પંચાયતના મકાનનું કામ પૂર્ણ કરી ઉદ્દઘાટન કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી હતી. આ અંગે સરપંચ અરજણભાઇ પટેલને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે ‘શેડનું કામ અધૂરું હોવાથી કામ પૂર્ણ થયા બાદ ગ્રામ પંચાયતનું ઉદ્દઘાટન કરાશે.

ગામ લોકોના જણાવ્યા મુજબ આ ગ્રામ પંચાયતના ઉદ્દઘાટનના ખર્ચનો વિવાદ થતાં ઉદ્દઘાટન માટે અચોક્કસ સમય થયો હોવાનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હોય તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...