થરાદમાંથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા ઝડપાઇ, ચાલક ફરાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદતાલુકામાં દારૂના ગુનામાં રહેલી ભુજની આરઆરસેલ પોલીસે બાતમીના આધારે પીછો કરી રાજસ્થાનથી આવી રહેલી એક ઇનોવા કારમાંથી 28 પેટીમાં રખાયેલો 1454 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.જોકે આરોપી નાસી છુટવામાં સફળ રહ્યો હતો.થરાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

થરાદ તાલુકામાં ભુજની આરઆરસેલ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેંજ ભુજ કચ્છની સુચના મુજબ દારૂની હેરાફેરી કરતા શખ્સો સામે કાર્યવાહીમાં હતા.દરમ્યાન એક ચોક્કસ નંબરની ઇનોવા ગાડી રાજસ્થાનથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ભરીને જેતડા તરફ જતી હોવાની ખાનગી બાતમી મળી હતી.આથી તેમણે મંગળવારની મધરાતે મોટીપાવડ ગામના બસસ્ટેશને નાકાબંદી કરી વૉચ ગોઠવી હતી.

દરમ્યાન રાત્રીના સાડાબાર વાગ્યાના સુમારે જીજે15એડી 8090 નંબરની ઇનોવા ગાડી આવતાં પોલીસે તેને ઉભી રહેવા ઇશારો કરતાં તેના ચાલકે થોડી ધીમી કરી ગાડીને સણાવીયા ગામની સીમમાં ભગાવતાં પોલીસે પણ ખાનગી ગાડીમાં તેનો પીછો ચાલુ રાખતાં ઇનોવાનો ચાલક એક પીલરથી ગાડી અથડાવી તેને ચાલુ હાલતમાં મુકીને અંધારાનો લાભ લઇને ભાગી છુટ્યો હતો.પોલીસે તલાશી લેતાં તેમાં રૂ.1.45.400 નો 28 પેટીમાં રખાયેલો 1454 બોટલ કિંમત જથ્થો મળી આવ્યો હતો.પોલીસે 7 લાખની ગાડી સહિત મુદ્દામાલ કબજે લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.આ બનાવથી બુટલેગરોમાં ખળભળાટ મચી જવા પામ્યો હતા.થરાદ પોલીસે ભુજ રેંજની ફરીયાદના આધારે આરોપી સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

થરાદમાંથી ભુજ આરઆરસેલ પોલીસે વિદેશી દારૂ ભરેલી ઇનોવા ગાડી કબજે લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.} વિષ્ણુદવે

અન્ય સમાચારો પણ છે...