• Gujarati News
  • બુકણા નજીક નર્મદા કેનાલમાં ફરી ગાબડું

બુકણા નજીક નર્મદા કેનાલમાં ફરી ગાબડું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ, સુઇગામ અને ભાભર વિસ્તાર માં છાશવારે નર્મદા કેનાલોમાં ગાબડાં પડી રાા છે. પરંતુ સરકારની આંખ ઉઘડતી નથી. કેનાલના અધિકારીઓ દ્વારા કેનાલો રીપેરીંગ કરવામાં આવતી નથી. વારંવાર કેનાલો તૂટવાથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવી રાો છે. આટઆટલી રજુઆતો થવા છતાં તંત્રની ઉઘ ઉડતી નથીને કોન્ટ્રાકટરો વિરુદ્ધ કોઇ કાર્યવાહી ન કરાતાં ખેડૂતોમાં રોષ ભભૂકયો છે.
વાવમાંથી પસાર થતી નર્મદાની જોડીયા ડીસ્ટ્રીબ્યુટરી કેનાલમાં બુકણા સીમમાં ગુરુવારે મસમોટું ગાબડું પડતાં પાંચ ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતાં ખેતરોમાં ઉભેલા બાજરીના પાકને નુકસાન થયું છે તેમજ ખેતરોનું ધોવાણ થયું છે. ખેડૂતોમાં કેનાલનું કામ કરનાર કોન્ટ્રાકટરો વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો છે. બુકણા ગામના ખેડૂત ભુરાભાઇ રાજપુતે જણાવ્યું હતું કે,
વાવમાંથી પસાર થતી નર્મદા જોડીયા ડીસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ગુરુવારે મસમોટું ગાબડું પડયું હતું. - રાણાજી વેંઝિયા
કેનાલમાંથી પશુઓના મૃતદેહ બહાર કઢાયા નથી
જોડીયા ડીસ્ટ્રીબ્યુટરી કેનાલમાં વાવ-થરાદ રોડ પર વાંઢિયાવાસ નાળા પાસે કેનાલમાં પડેલ પ્રાણીઓના મૃતદેહો સડી રાા છે. અધિકારીઓને જાણ કરવા છતાં બહાર કાઢવામાં આવ્યા નથી. ગ્રામજનો આવું અશુદ્ધ પાણી પી રાા છે. જેથી રોગચાળો ફાટી નિકળવાની દહેશતથી લોકો ફફડી રાા છે. મૃતદેહોની દુર્ગંધથી આજુબાજુના લોકો કંટાળી ગયા છે.
ખેડૂતો સ્વખર્ચે કેનાલ રીપેરીંગ કરી રાા છે
અગાઉ સપ્રેડા સીમમાં તુટેલ કેનાલ રીપેરીંગ કરવામાં આવેલ નથી. જયારે ભાખરી ગામની સીમમાં નાળોદર ડીસ્ટ્રીબ્યુટરી કેનાલ છેલ્લા ૨૦ દિવસથી તૂટી હોવા છતાં રીપેરીંગ કરવામાં ન આવતાં આખરે ખેડૂતો સ્વખર્ચે કેનાલો રીપેરીંગ કરી રાા છે. કેનાલના અધિકારીઓને રીપેરીંગ કરાવવાનો સમય પણ નથી કે શું ?