• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • થરાદ |થરાદમાં વિવેકાનંદ માનવસેવા અને એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જયવીર સ્કુલ

થરાદ |થરાદમાં વિવેકાનંદ માનવસેવા અને એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જયવીર સ્કુલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ |થરાદમાં વિવેકાનંદ માનવસેવા અને એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જયવીર સ્કુલ ઓફ સાયન્સ માટે ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક સુવિધાયુક્ત નવું મકાન બનાવવામાં આવ્યું હતું. બુધવારે તેનો ઉદ્દઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં પરમ પૂજ્ય બ્રહ્મચારી સંતશ્રી શ્યામસ્વરૂપ બાપુ (ઉંડાઇ આશ્રમ) તથા પૂ. બ્રહ્મચારી વાલજી બાપુ (રાંટીલા) ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે શાળાના પ્રાંગણમાં યજ્ઞ અને તેજસ્વી વિધાર્થીઓના સન્માનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. વૈદિક મંત્રોચ્ચાર અને સંતોના આશીર્વાદ સાથે યોજાયેલ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વાલીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.ટ્રસ્ટના પ્રમુખ હરદેવભાઇ રાવલ અને શાળા પરીવાર દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.}વિષ્ણુ દવે

થરાદની જયવીર સ્કૂલના નવા મકાનના ઉદ્દઘાટન પ્રસંગે યજ્ઞ

અન્ય સમાચારો પણ છે...