થરાદની નહેરમાં વનવિભાગની નજર સામે રોઝડું ડુબી ગયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદનીનર્મદાની મુખ્ય નહેરમાં ચુડમેર ગામના પુલ પાસે બુધવારની સાંજે એક રોજડું(નિલગાય)પાણી પીવા જતાં લપસી પડયું હતું. જોકે ગુરૂવારની સવારના સુમારે થરાદ વનવિભાગના બે કર્મચારીઓ તેને બચાવવા દોડી આવ્યા હતા. આથી નહેર દોડી આવેલા આજુબાજુના ખેડુતોએ અને વાહનચાલકોએ તેમની પાસે રહેલા રસ્સાની મદદથી તેને બચાવવાના પ્રયત્નો કર્યા હતા.પણ પ્રાણી દોડી જતું હોઇ તેમાં સફળતા મળી હતી.

ખેડુતોએ થરાદ પંથકની પાંજરાપોળ અને જીવદયા સંગઠનોને ફોનથી જાણ કરવા છતાં એક અબોલ પ્રાણીની વ્હારે કોઇ આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. મોડેમોડેથી સુલતાન મીરનો સંપર્ક થતાં દોડી આવ્યા હતા.

પણ તે આવે તે પુર્વેના દસ મિનીટના સમયગાળમાં આખી રાત પાણીમાં રહેવાથી ખરીઓ પાકી જવાના કારણે નહેરના કિનારે આવવાના અંતિમ પ્રયાસમાં પગે સાથ નહી આપતાં પાણીમાં દમ તોડ્યો હતો. આથી તેને નજર સામે બચવા માટે હવાતીયાં મારતું જોવા છતાં પણ બચાવી શકાયાના અફસોસ સાથે જીવદયાપ્રેમીઓ અને વનવિભાગે પણ અરેરાટી વ્યક્ત કરી હતી.

નર્મદા નહેરમાં બુધવારની સાંજથી બચવા માટે પ્રયાસ કરી રહેલા રોજડાએ જીવદયાપ્રેમીઓની નજર સામે જે જળસમાધી લીધી હતી.}વિષ્ણુ દવે

અન્ય સમાચારો પણ છે...