• Gujarati News
  • થરાદના વળાદરમાં વીજકરંટના ઝાટકે પટકાયેલા ખેડૂતનું મોત

થરાદના વળાદરમાં વીજકરંટના ઝાટકે પટકાયેલા ખેડૂતનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદતાલુકાના વળાદર ગામના એક ખેડૂતનું શનિવારે વીજકરંટથી કરૂણ મોત નિપજ્યું હતું. જે ખેડૂત વીજ ટ્રાન્સફોર્મર પર ચડતાં નીચે પટકાયો હોવાની આશંકાઓ સાથે પોલીસે અકસ્માત મોત રજીસ્ટરે નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, થરાદ તાલુકાના વળાદર ગામનો ઉકાજી પેલ (ઉ.વ.અં.40 ) નામનો ખેડૂત શનિવારની સાંજે સાતેક વાગ્યે પોતાના ખેતરની બોરની ઓરડીમાં લાઇટનો વાયર રીપેરીંગ કરી રહ્યો હતો.તે વખતે વીજકરંટ લાગતાં તે મૃત્યુ પામ્યો હોવાની જાણ મૃતકના ભાઇ શામળભાઇ ઉકાજી પટેલે પોલીસને કરતાં અકસ્માત મોત રજીસ્ટરે નોંધ કરી આગળની તપાસ એએસઆઇ માલાભાઇ જોઇતાભાઇએ હાથ ધરી હતી. જોકે મૃતક ખેડૂતના શરીરે થેયલી ઇજાઓ પરથી પોલીસને શક પડતા ઘટના સ્થળે જઇ હાથ ધરેલી તપાસમાં ખેડૂત વિજડીપી પર લંગરીયા ચડાવતાં કરંટ લાગતાં નીચે પટકાયો હોવાનું જાણવા મળ્યું હતું. વિજકરંટ બાદ ખેડૂતને પરિવારજનો શહેરની જે.જે.પટેલ હોિસ્પટલમાં સારવાર અર્થે લઇ આવ્યા હતા. પરંતુ તેનું મૃત્યુ થઇ ચુક્યું હોઇ રેફરલ હોિસ્પટલમાં પીએમ બાદ મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાે હતો. કરૂણ ઘટનાથી સરહદીપંથકમાં અરેરાટી ફેલાવા પામી હતી.

ઉલ્લેખનીય છે કે, અચાનક વિજ કરંટથી મોતને ભેટેલા ખેડૂતના પરિવારમાં દિવાળીના પ્રસંગે ગમગીનીનો માહોલ છવાઇ જવા પામ્યો હતો. પરિવારના સદસ્યોની રોકકળથી સમગ્ર વાતાવરણ શોક મય બની ગયું હતું.