તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Tharad
 • શણવાલના પૂર્વ સરપંચની પત્નીએ રાષ્ટ્રપતિ પાસે ઇચ્છામૃત્યુ માગ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શણવાલના પૂર્વ સરપંચની પત્નીએ રાષ્ટ્રપતિ પાસે ઇચ્છામૃત્યુ માગ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાવનાશણવાલ ગામના પૂર્વ સરપંચ વરધાજી બારોટના હત્યા કેસમાં બે મહિના પછી પણ બે આરોપીઓને પોલીસ પકડી શકી નથી. તેમનાથી પરિવારને જોખમ હોઇ મૃતકની પત્નીએ રાષ્ટ્રપતિ સમક્ષ ઇચ્છા મૃત્યુની માગણી કરતી લેખિત રજૂઆત કરી છે. 7 દિવસમાં પગલાં નહીં ભરાય તો દેહત્યાગ નહીં થાય ત્યાં સુધી પરિવાર સાથે ઉપવાસ આંદોલન છેડવાની ચીમકી આપતાં ખળભળાટ મચ્યો છે.

શણવાલ ગામના પૂર્વ સરપંચ અને સામાજિક અગ્રણી વરધાજી બારોટની બે મહિના પહેલાં ગામમાં અપહરણ કરી 13 શખસોએ ઘાતકી હત્યા કરી હતી. ગુનામાં બે આરોપી હજુ પણ પોલીસની પહોંચથી દૂર છે. આથી વર્ધાજી બારોટની પત્ની અને વાવ તાલુકા પંચાયતનાં પૂર્વ સદસ્યા પવનબેન બારોટે માવસરી પોલીસથી દેશના રાષ્ટ્રપતિ સુધી લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં તેમના પતિને જીવનું જોખમ હોઇ ભાભર, મીઠાવીચારણ તથા સણવાલના શખસોના નામજોગ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા છતાં પણ પગલાં લેવાતાં તેમની હત્યા કરાઇ હોવાનું જણાવ્યું છે. હવે તેમના તથા પરિવાર પર જોખમ હોઇ અગાઉથી જાણ કરવા છતાં પણ કાયદો રક્ષણ અને ન્યાય આપી શકતો હોય તો જીવવાનો કોઇ અધિકાર નથી તેમ જણાવી પવનબેન બારોટે રજૂઆતમાં બાકીના આરોપીઓને પકડવા માંગ કરી છે. તેમને ન્યાય અપાવવામાં અસમર્થ હોય તો તેમના બે પુત્ર અને પુત્રવધૂને ઇચ્છા મૃત્યુની સહમતી આપવાની માગણી કરી છે.

જો સાત દિવસમાં કોઇ પગલાં નહીં ભરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જ્યાં સુધી દેહ ત્યાગ કરીએ ત્યાં સુધી પરિવાર સાથે ઉપવાસ આંદોલન પર બેસવાની ચીમકી આપી છે.

પવનબેન બારોટ

કાયદો રક્ષણ અને ન્યાય આપી શકતો ના હોય તો જીવવાનો અધિકાર નથી : 7 દી’માં પગલાં નહીં ભરાય તો પરિવાર સાથે દેહત્યાગ સુધી ઉપવાસની ચીમકી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો