થરાદની ખોડા ચેકપોસ્ટ પરથી પાંચ શખસો પીધેલી હાલતમાં ઝડપાયા
થરાદ | ખોડાચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન રિક્ષા ઉભી રાખી ચેક કરતાં ચાલક ફારૂક અબ્દુલભાઈ ઘાંચી અને રિક્ષામાં બઠેલા અન્ય શખસોના મોંઢા માંથી દારૂની વાસ આવતાં પિન્ટુ માજીરાણા,નરેશ માજીરાણા,કિરણ માજીરાણા, ભુપત માજીરાણાને ઝડપી પાડ્યા હતા.તમામ રિક્ષા સાથે થરાદ પોલીસ મથકમાં લાવી પ્રોહીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.