તલોદના 18 ગામમાં કાચાં મકાનો અને દીવાલો તૂટી પડી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારેવરસાદને કારણે તલોદ તાલુકાના મુધાસણા ગામે 19 કાચા મકાનો પડી ગયા હતા. ઉપરાંત અહમદપુરા, ભાટીયા, હરસોલ, અણિયોડ, બોરીયા, જગાપુર, માલવણ અને આંતરોલી દોલજીમાં પણ નુકશાન થયુ છે.

સર્વે દરમિયાન તાલુકાના 18 ગામોમાં કાચા મકાનો તથા દીવાલો પડી જવાના બનાવ બન્યા છે. જે અંગેનો અહેવાલ તૈયાર કરી જિલ્લા વિકાસ અધિકારી નાગરાજનને મોકલી અપાયો છે. અહેવાલમાં જણાવાયા મુજબ અહમદપુરામાં રૂ.1.25 લાખ, ભાટીયામાં રૂ.1 લાખ, હરસોલમાં રૂ.50 હજાર, બોરીયા-જગાપુરમાં રૂ.10 હજાર, કરમીપુરા-કઠવાડામાં પણ વરસાદને કારણે નુકશાન થયુ છે. ચંદપુર, દોલતાબાદ, સોનીસર અને મહેકાલમાં પણ નુકસાન પહોંચાડયુ છે. પાંચ પશુના મોત થયા છે.મકાનો પડી જતાં અનેક પરિવારો બેહાલ બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...