પુંસરી : તલોદના સાગપુર ગામની 3 બાળકોની માતાએ પોતાના મકાનમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુંસરી : તલોદના સાગપુર ગામની 3 બાળકોની માતાએ પોતાના મકાનમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી હતી. મહિલાની પુત્રી ધો. 12 મા નાપાસ થતાં અને ગાય મરી જતાં પગલું ભર્યું હોવાનું અનુમાન હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

સાગપુરના ચમાર દિનેશભાઇની પત્ની ભાવનાબેન ચમારે ગળે ફાંસો ખાઇને મોતને વહાલું કરી લેતાં અરેરાટી વ્યાપી હતી. તેમની દિકરી ધો.12માં નાપાસ થતાં અને 15 હજારના ખર્ચે લાવેલી ગાયનું મોત થતાં લાગી આવતાં પગલું ભર્યુ હોવાનું સામે આવતાં તલોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...