તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હરસોલ રોડ પરથી બિનવારસી કાર મળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હરસોલપંથકમાંથી ગત શનિવારે વહેલી પરોઢના સમયે એક સ્કોર્પીયો ગાડી બિનવારસી હાલતમાં તલોદ પોલીસને મળી આવતાં ગાડી કબજે કરી પોલીસ ગાડીના મૂળ માલિકની શોધ કરે છે.

તલોદ હરસોલ રોડ ઉપરની એક કેનાલ પંથકના માર્ગ ઉપર સિલ્વર કલરની સ્કોર્પીયો ગાડી (નં જીજે 20, 2458) જોવા મળી આવી હતી. જમાદારની ટીમે તેની તલાશી લેતા કોઇ વાંધાજનક ચીજ વસ્તુઓ મળી આવી હતી. પરંતુ સ્કોર્પિયો ગાડી બિનવારસી હાલતમાં પડેલી જણાઇ હતી. જેથી ગાડી કબજે કરી જાણવા જોગ ફરિયાદ તલોદ પોલીસે નોંધી હતી. અને પોલીસે કારના માલિકની શોધખોળ કરી છે.

અન્ય સમાચારો પણ છે...