• Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Talod
  • તલોદ તાલુકાના દલિતોના પડતર પ્રશ્નોના ઉકેલ મુદ્દે મામલપદારને આવેદનપત્ર

તલોદ તાલુકાના દલિતોના પડતર પ્રશ્નોના ઉકેલ મુદ્દે મામલપદારને આવેદનપત્ર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણમાં ભાનુભાઇ વણકરે કરેલી આત્મવિલોપન જેવી ઘટનાનું પુનરાવર્તન તલોદ તાલકામાં ન થાય તે માટે તલોદ તાલુકા પંચાયત કચેરીના સામાજીક ન્યાય સમિતિના ચેરમેન તથા દલિત એક્તા મંચ તલોદના યુવા સંગઠનના સંયુક્ત ઉપક્રમે તલોદ મામલતદારને એક આવેદનપત્ર આપ્યું હતું.

તલોદમાં કેટલાક સમયથી લેન્ડ કમિટી બોલાવાઇ નથી. તેમજ રહેણાંકના પ્લોટની ફાળવણી પણ કરવામાં આવી નથી. સહકારી મંડળી, દૂધ મંડળી,અન્ય સહકારી મંડળીઓમાં અનામત સીટ રાખવી, તાલુકાની પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં ભણતા અનુ.જાતિના બાળકોને પ્રથમ નંબરે પાસ થયો હોવા છતાં બીજા અને ત્રીજા નંબરે ધકેલી દેવાની માનસિક્તા દૂર કરવી વગેરે જેવી માંગણીઓનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...