તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તલોદના દોલતાબાદમાં મકાનમાં આગ લાગી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલુકાનાદોલતાબાદ (જુનાવાસ)માં રહેતા સોલંકી રમેશસિંહ વજેસિંહના મકાનમાં રાત્રે અચાનક આગ ભભૂકતા અનાજ, ટીવી, ફ્રીજ, ઘરના દોળીયા, પતરા વગેરે બળીને ખાખ થઇ જતાં નુકસાન થયુ હતું.

27મીએ રાત્રે 11 થી 12 વાગ્યાની વચ્ચે મકાનમાં અચાનક આગ લાગી હતી. આગ પહેલા મકાનની અંદર રહેલ રૂમમાં લાગી. જેના કારણે આગ પ્રચંડ સ્વરૂપ ધારણ કરી લીધુ અને ખબર પડે એટલામાં તો આગ આખા મકાનમાં પ્રસરી ગઇ. બૂમાબૂમ થતાં આખુ ગામ આવી ગયુ અને આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો. જેથી મોટી જાનહાનિ થતા અટકી હતી.

અન્ય સમાચારો પણ છે...