• Gujarati News
  • તલોદ અને બડોલીમાં લોકદરબાર યોજાયો

તલોદ અને બડોલીમાં લોકદરબાર યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠાજિલ્લાના તલોદ અને ઇડર તાલુકાના બડોલી ખાતે મંગળવારે પોલીસ તંત્ર દ્વારા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરાઇ હતી.

તલોદ પોલીસ સ્ટેશન દ્વારા નવનિર્મિત મકાનમાં બુધવારે યોજાયેલા લોકદરબારમાં સી.પી.આઇ. સોલંકી તથા પી.એસ.આઇ. રશ્મિન દેસાઇની ઉપસ્થિતિમાં તાલુકા સરપંચો તથા રાજકીય અગ્રણીઓએ રજુ કરેલા પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરાયા બાદ તેનું નિરાકરણ લાવવાની હૈયાધારણ આપવામાં આવી હતી.

તેજ પ્રમાણે ઇડર તાલુકાના બડોલી ગામે આવેલ આઉટ પોસ્ટમાં પણ પ્રથમવાર લોકદરબાર યોજાયો હતો. જેમાં ડી.વાય.એસ.પી. જાડેજા, પી.આઇ. કિકાણી, આઇ.કે.જાડેજા, પૂર્વ પ્રમુખ અશ્વિનભાઇ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ પંકજભાઇ, બડોલીના સરપંચ રમણભાઇ વણકર તથા વિસ્તારના લોકોની ઉપસ્થિતિમાં બડોલી ઓપીને પોલીસ સ્ટેશનમાં રૂપાંતર કરવાની માંગ કરવામાં આવી હતી. તેમજ વિજયનગર ત્રણ રસ્તા પાસે પોલીસ પોઇન્ટ શરૂ કરવાની પણ માંગ કરાઇ હતી.

બડોલીમાં લોકદરબાર યોજાયો હતો.તસ્વીર : રાકેશ નાયક