તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Talod
  • તલોદના મુધાસણથી ક્ષત્રિય ઠાકોર સેનાની વ્યસન મુકિત રેલીનું આયોજન કરાયું

તલોદના મુધાસણથી ક્ષત્રિય ઠાકોર સેનાની વ્યસન મુકિત રેલીનું આયોજન કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તલોદમાંમંગળવારે મુધાસણા ગામેથી ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વ્યસન મુકિતની રેલી કાઢવામાં આવી હતી. તલોદ તાલુકાના જુદા જુદા ગામોમાં 100 જેટલી બાઇક રેલી કાઢી દરેક ગામમાં જઇ લોકોને વ્યસન મુકિત કરવા માટે લોકોને જાગૃત કરાયા હતા. ક્ષત્રિય ઠાકોર સેનાના તલોદના પ્રમુખ દેવુસિંહના જણાવ્યા અનુસાર સવારે મુધાસણાથી વ્યસન મુકિતની બાઇક રેલી કાઢવામાં આવી હતી. વ્યસનના કારણે લોકો પોતાનો જીવ ગુમાવે છે. ગુજરાતમાં દારૂના અડ્ડા બંધ કરાવવા અને દારૂનું વેચાણ સામે કડક કાર્યવાહી થાય તે માટે રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. રેલીમાં ક્ષત્રિય ઠાકોર સેનાના જિલ્લાના ઉપપ્રમુખ હિતેન્દ્રસિંહ, જીતેન્દ્રસિંહ વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...