તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Himatnagar
 • Talod
 • અણિયોર અને બડોદરા પંથકમાં કપિરાજનો આતંક ત્રણ જણાને બચકા ભર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અણિયોર અને બડોદરા પંથકમાં કપિરાજનો આતંક ત્રણ જણાને બચકા ભર્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તલોદતાલુકાના અણિયોર-બડોદરા પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી ચઢી આવેલા પંદરથી વધુ કપિરાજના ટોળાએ આવીને લોકોના ઘરોમાં ઘૂસી જઇ હુમલો કરતા ભયની લાગણી ફેલાઇ છે. કપિરાજનું ટોળુ લોકોના કપડા ફાડી નાખે છે. જેના કારણે અણિયોર-બડોદરામાં રહેતા લોકો પોતાના બાળકોને શાળામાં મોકલી શકતા નથી.

અંગે અણિયોરના અગ્રણી ભૂપતસિંહ ઇન્દ્રસિંહ ઝાલા પર એક કપિરાજે અચાનક હુમલો કરી પગે બચકા ભરતા તેમને સારવાર લેવી પડી હતી. ઉપરાંત તેમના પત્નિ સંગીતાબા ઝાલા ઉપર પણ કપિરાજના ટોળાએ હુમલો કરી કપડા ફાડી નાખ્યા હતા. ઘટના બાદ ગ્રામજનો અને બાળકો છેલ્લા અઠવાડિયાથી ઘરની બહાર નીકળી શકતા નથી. જેથી ખેડૂતોનું કામ પણ બગડી રહ્યુ છે. જે અંગે વન વિભાગ દ્વારા કપિરાજના ટોળાને પકડી સલામત સ્થળે મોકલી આપવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો