તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દહેજ માગનાર સાસરીયા વિરુદ્ધ ફરિયાદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તલોદનામહીયલ ખાતે રહેતી અને પ્રાંતિજમાં પરણાવેલી પરિણીતા પાસે પતિ સહિત ચાર સાસરીયા દહેજની માગણી કરી દોઢેક વર્ષથી શારીરિક-માનસિક ત્રાસ ગુજારી માર મારવાની ઘટના સંદર્ભે તલોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસે પરિણીતાના પતિ સહિત ચારેય સાસરીયા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર તલોદના મહીયલ ખાતે રહેતા જયંતિભાઇ પુંજાભાઇ સોલંકીની દીકરી કિંજલબેનના પ્રાંતિજની વૃંદાવન સોસાયટીમાં રહેતા પવનકુમાર ગૌતમભાઇ સોલંકી સાથે લગ્ન થયા હતા.

છેલ્લા દોઢેક વર્ષથી પતિ પવનકુમાર, સાસુ, સસરા અને જેઠ દ્વારા કરીયાવરમાં કઇ આપ્યુ નથી તેમ કહી કિંજલબેન પર શારીરિક-માનસિક ત્રાસ ગુજારતા હતા. પતિ પણ પત્નિ સાથે નાની નાની વાતોમાં ઝઘડા કરી માર મારતા અને સાસરીયા ચડામણી કરતા પરિણીતાથી ત્રાસ સહન થતો હતો. જેથી કિંજલબેને સાસરીયાના ત્રાસથી કંટાળીને તલોદ પોલીસ સ્ટેશનમાં પતિ પવનકુમાર ગૌતમભાઇ સોલંકી, જેઠ તરૂણભાઇ ગૌતમભાઇ સોલંકી, સસરા ગૌતમભાઇ મોરાલભાઇ સોલંકી અને સાસુ જીવીબેન સોલંકી વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ છે. તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો