હરસોલ પાસે ટ્રકની પાછળ બાઇક ઘૂસી જતાં બેનાં મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તલોદના હરસોલ નજીક રોડ પર શનિવારે રાત્રે રાત્રી 8 વાગે ટાયર ચેક કરવા ઊભે રહેલી આઇવા ટ્રકની પાછળ બાઇક ઘૂસી જતાં અમદાવાદના બે શખ્સોના ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યાં હતા. અકસ્માતનો અવાજ સાંભળી દોડી આવેલા લોકોને જોઇ ટ્રકનો ટ્રાઇવર ત્યાંથી ફરાર થઇ ગયો હતો. બંનેની લાશને તલોદ સિવિલમાં લઇ જવાઇ હતી. પોલીસે ફરિયાદ નોંધતાં ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

તલોદના હરસોલ નજીક રોડ પર શનિવારે રાત્રે 8 વાગે વડાગામથી કપચી ભરી અમદાવાદ ફેરો મારવા જતી એક આઇવા ટ્રક (જી.જે.18 એયુ.9848)નો ચાલક રણછોડભાઇ નાડીયા (આંત્રોલી દોલજી,તલોદ)નાઓ ટ્રકનું ટાયર ચેક કરવા ઊભો હતો ત્યારે પાછળ આવતી બાઇક (જીજે 1એફ ડબલ્યુ 5539) ટ્રકની પાછળ ઘૂસી જતાં બાઇક પર બેઠેલા રોહિતભાઇ મધુભાઇ કોઠારી (ઠક્કરનગર, અમદાવાદ) તથા ધર્મેશભાઇ રમેશભાઇ નિમાવત (અમદાવાદ)ના ઘટના સ્થળે કરુણ મોત નિપજયા હતા.

અકસ્માતમાં થયેલા અવાજને સાંભળી આજુબાજુથી લોકો દોડી આવતાં ગભરાયેલા ટ્રકનો ચાલક ટ્રક મુકી ફરાર થઇ ગયો હતો. મૃતકોને તલોદ સિવિલમાં લઇ જવાયા હતા. જે બાદ અકસ્માત સંદર્ભે દિલીપભાઇ વઘાભાઇ પટેલ (રેખીપાલ, દહેગામ)નાઅે તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નેગેટિવ ન્યૂઝ
નકારાત્મક સમાચાર, જે તમને જણાવવા જરૂરી છે

બાઇકચાલક પાછળ ઘૂસી જતાં આગળનો ભાગ વળી ગયો હતો.-નિલય દાણી

બંને મૃતકોના નામ
રોહિત મધુભાઇ કોઠારી

ધર્મેશ રમેશભાઇ નિમાવત

સાંતલપુર નજીક આડેસર ચેકપોસ્ટ પાસે ટ્રક, આઇસર અને પોલીસવાન વચ્ચે ટ્રિપલ અકસ્માત
ભચાઉથી ભાભર લોકાચાર આવતા માલધારીઓને અકસ્માત : ગાંજીસર-કપરૂપુર ગામના ચારનાં મોત
30ને ઇજાઓ ભુજથી 14 પાકિસ્તાની માછીમારોને વાઘાબોર્ડર છોડવા જતી વાનમાં સવાર 4 પોલીસને ઇજા
ભાસ્કર ન્યૂઝ | વારાહી, પાટણ, સાંતલપુર

કચ્છના ભચાઉના માલધારી સમાજના લોકો આઇસર મેટાડોરમાં શનિવારે મોડી રાત્રે બનાસકાંઠાના ભાભરના સુથારનેસડી ગામે લોકાચાર જઈ રહ્યા હતા, ત્યારે પાટણના સાંતલપુર નજીક આડેસર ચેકપોસ્ટ પાસે ટ્રક, આઇસર અને પોલીસવાન વચ્ચે સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં ચાર માલધારીઓનાં મોત થયાં હતાં, જ્યારે 30 જેટલા લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં બે સાંતલપુરના ગાંજીસર ગામના અને બે ભાભરના કપરૂપુર ગામના મૂળ વતની હતા. પોલીસબસ પાકિસ્તાની માછીમારોને વાઘા બોર્ડર પર છોડવા જઈ રહી હતી. અકસ્માતમાં ચાર પોલીસને ઈજા થઈ હતી.

રાધનપુર, સાંતલપુર અને ભાભર પંથકના રબારી સમાજના લોકો ભચાઉ તાલુકામાં વસવાટ કરે છે. ભાભરના સુથાર નેસડી ગામે એક મહિલાનું મૃત્યુ થયું હોઇ તેના બેસણામાં જવા શનિવારે રાત્રે ભચાઉના માલધારી સમાજના 45 જેટલા ભાઈઓ અને બહેનો મેટાડોરમાં નીકળ્યા હતા. રાત્રે 1-30 વાગે આડેસર ચેકપોસ્ટ પાસે આગળ જતી ટ્રકના પાછળના ભાગે મેટાડોર ઘૂસી જતાં પાછળ આવતી પોલીસ બસ મેટાડોર સાથે ધડાકા સાથે અથડાઈ પડી હતી. જેમાં મેટાડોરમાં બેઠેલા બે માલધારીના ઘટનાસ્થળે મોત થયા હતા, જ્યારે બીજા બે ઈજાગ્રસ્તોના પલાસવા ખાતે સારવાર દરમિયાન મોત થયા હતા. મેટાડોરમાં સવાર 24 જેટલા લોકો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને સાંતલપુર, આડેસર, સામખિયારી, રાપર, નેશનલ હાઈવેની એમ્બ્યુલન્સ, 108 એમ્બ્યુલન્સ અને બે પ્રાઇવેટ વાહનો મારફતે સાંતલપુર, રાધનપુર, પાટણ અને મહેસાણા સુધી સારવાર માટે ખસેડાયા હતા. સ્થાનિક લોકો પણ મદદ પહોંચ્યા હતા.

કમનસીબ મૃતકો

રબારી મોતીભાઇ (કપરૂપુર, ભાભર)

રબારી સકતાભાઇ (કપરૂપુર,ભાભર)

રબારી વસ્તાભાઇ (ગાંજીસર,સાંતલપુર)

રબારી સરતાભાઇ (ગાંજીસર,સાંતલપુર)
અન્ય સમાચારો પણ છે...