તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સીમલીયા માર્ગ પર બટાકા ભરેલુ ટ્રેકટરે પલ્ટી મારી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તલોદનાસીમલીયા રોડ પર બટાકા ભરેલુ ટ્રેકટર માર્ગ પર ચાલતા પેવર રોડના પૂરાણ કામને પગલે પલ્ટી ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો. જોકે ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતની ઘટનાને પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા.

સીમલીયા ગામના વતની જયદીપકુમાર પટેલ પોતાના ટ્રેકટરમાં બટાકા ભરી શુક્રવારે જઇ રહ્યા હતા ત્યારે માર્ગ પર પેવર કામ બાદ સાઇડોનું પૂરાણ કરવા માટીના ઢગલા રોડ પર પડયા હોવાને કારણે ટ્રેકટર સાઇડમાં દબાવી ચાલક કાઢવા જતા પલ્ટી ખાઇ ગયુ હતું.

જોકે ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો હતો. આસપાસમાંથી દોડી આવેલા લોકોએ જણાવ્યુ હતું કે, કોન્ટ્રાકટરને ફોન કરી રોડ પર પડેલા ઢગલાઓ હટાવવા જાણ કરવા છતાં ઉધ્ધત જવાબ આપ્યો હતો.

અંગે અંબાલાલ પટેલ, રાજુભાઇ પટેલના જણાવ્યા મુજબ નવા રોડના કામમાં કોન્ટ્રાકટર દ્વારા મનફાવે તેમ કામ કરાયુ છે અને અધિકારીઓ પણ કશું કહેતા નથી .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો