તલોદ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ તરીકે મણિબા નિમાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તલોદ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે આત્રોલીના ઝાલા મણિબાની નિમણૂંક થઇ હતી. તલોદ-પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, તલોદ તાલુકા ભાજપ પ્રમુખ જવાનસિંહ ઝાલા વગેરે દ્વારાે ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા. તલોદ તાલુકા પંચાયત કોંગ્રેસના હસ્તક હતી. મણિબા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા તાલુકા પંચાયતની તમામ હોદ્દા પર ભાજપનો કબજો થઈ ગયો હતો. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષનું સ્થાન પણ મહિલા પ્રતિનિધિને મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...