તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Talod
  • તલોદ પોલીસ ત્રણ દિવસથી ગુમ 14 વર્ષીયના બાળકને અમદાવાદથી શોધી કાઢ્યો

તલોદ પોલીસ ત્રણ દિવસથી ગુમ 14 વર્ષીયના બાળકને અમદાવાદથી શોધી કાઢ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારે તલોદના નરેશસિંહ આવરણસિંહ રાજપુતનો પુત્ર અવનીશકુમાર (ઉ.વ.૧૪) તલોદના અંબિકા રેસીડેન્સીમાં રહેતા હોઈ તેને ગુજરાતી શાળામાં દાખલ કર્યો હતો. જોકે, અભ્યાસની અનુકુળતા ન હોવાથી ઘરેથી પોતાના ગલ્લામાંથી રૂા.2 હજાર તથા પહેરવાના કપડાં સાથે લઈ ગયો છે. જે અંગે તલોદ પોલીસને જાણ કરાતાં પોલીસે બાળકના ફોટો બતાવી શોધ ખોળ ચાલુ કરી હતી. દરમિયાન બુધવારે સવારે બાળક અમદાવાદ રેલ્વે સ્ટેશનથી પર હોવાની માહિતિ મળતા પોલીસ કોન્સટેબલ મુકેશભાઈ તથા પો.કો. રાજુભાઈનાઓએ બાળકનો કબજો મેળવી તલોદ પોલીસ સ્ટેશને લાવીને બાળકના પિતા સાથે અમદાવાદ રેલ્વે સ્ટેશન જવા રવાના કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...