તલોદના અણિયોડ શાળામાં સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુંસરી : તલોદ તાલુકાના અણિયોડની પ્રાથમિક શાળામાં ચૌધરી લાલજીભાઇ હાથીભાઇ (એસ.આર.પી.ગૃપ-7માં) ફરજ બજાવતાં તેમનું અકસ્માતમાં અવસાન થતાં તેમના સ્મરણાર્થે એમના ભાઇ શિવરામભાઇ અને તેમના પરિવાર દ્વારા અણિયોડ પ્રાથમિક શાળામાં અને નવાનગર અણીયોડ પ્રાથમિક શાળામાં 350 જેટલા બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું હતું. જેમાં શાળાના આચાર્ય તથા શિક્ષકો હાજર રહ્યા હતા. અને ભાજપના યુવા મોરચાના પ્રમુખ કનકસિહ ઝાલા વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...