તલોદના પડુસણના તલાટીને નોટિસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તલોદતાલુકાના પડુસણ ગામના તલાટીએ પડુસણ ગામમાં ગાયની વાછરડીનુ મરણ થવા અંગે કરેલા રીપોર્ટ બાદ તલોદ ટીડીઓએ તલાટીને નોટિસ આપી બે ઇજાફા અટકાવી સર્વિસ બૂકમાં નોંધ કરતાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

તલોદના પડુસણમાં તલાટી તરીકે ફરજ બજાવતા એચ.ડી. પટેલે પડુસણ ગામના રણછોડભાઇ લક્ષ્મણભાઇ નાડીયાની ગાયની વાછરડીનું મરણ થયું હોવા અંગે તાલુકા પંચાયતમાં જાણ કરી પોસ્ટમોર્ટમ માટે ભલામણ કરી હતી. જેના અનુસંધાને 28 જુલાઇ 2017ના રોજ અણીયોડ વેટરનરી ઓફિસર અણીયોડ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવતા વાછરડી જીવીત હોવાનુ બહાર આવ્યુ હતું. જેના અનુસંધાને ટીડીઓ કે.કે.ચૌધરીએ સરકારી નાણા ખોટી રીતે ચૂકવાય તે બાબતે પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવુ જણાતા પડુસણ તલાટી એચ.ડી.પટેલ ના અગામી બે ઇજાફા અટકાવવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...