• Gujarati News
  • ટ્રેક્ટર પાછળ કાર ઘુસી જતાં એકનું મોત

ટ્રેક્ટર પાછળ કાર ઘુસી જતાં એકનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ટ્રેકટર ચાલક અકસ્માત સર્જી ભાગી છુટયો

તલોદતાલુકાના ઉમેદપુરા કંપા અને સલાટપુર વચ્ચે રવિવારે કાર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત થતા કારમાં મુસાફરી કરી રહેલા આધેડનું ગંભીર ઇજાને કારણે ઘટના સ્થળે મોત નિપજયુ હતું. જયારે કાર ચાલક અને એક મહિલા ઇજાગ્રસ્ત બન્યા હતા.

તલોદ તાલુકાના વાવ ગામના વિરેન્દ્રકુમાર બબાભાઇ સોલંકી કાર નં.જીજે.4.ડી.4565 માં તેમના પિતાજી તથા કાકી સાથે નરોડા જવા રવિવાર સાંજે નીકળ્યા હતા. ત્યારે ટ્રેકટર ચાલકે કારની આગળ લાવી દેતા કાર ટ્રેકટરની ટ્રોલીમાં ઘૂસી ગઇ હતી. જેથી માર્ગ ઉપર જતા વાહન ચાલકોએ કારમાંથી ઇજાગ્રસ્તોને બહાર કાઢી 108 ને બોલાવી સારવાર માટે મોકલી આપ્યા હતા. પરંતુ વિરેન્દ્રભાઇના પિતા બબાભાઇ ખેમાભાઇ સોલંકી (ઉ.વ.53) ને ઇજા થતા ઘટના સ્થળે મોત નિપજયુ હતું. જયારે વિરેન્દ્રભાઇ તથા તેમના કાકી ઇન્દુબેનને ઇજા થઇ હતી. બીજી તરફ ટ્રેકટર નં.જીજે.9.એ.એફ.3772 નો ચાલક અકસ્માત સર્જી ટ્રેકટર મુકી ભાગી છુટયો હતો. જેથી વિરેન્દ્રભાઇએ ટ્રેકટર ચાલક વિરૂધ્ધ તલોદ પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.

કાર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં કારનો ફુરચો વળી ગયો હતો.તસ્વીર : ચેતન શાહ