• Gujarati News
  • ખોટા દસ્તાવેજ બનાવી કાકાની જમીન ભત્રીજાઓએ બારોબાર વેચી મારી

ખોટા દસ્તાવેજ બનાવી કાકાની જમીન ભત્રીજાઓએ બારોબાર વેચી મારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તલોદતાલુકાના બોરીયા બેચરાજી ગામના એક 90 વર્ષિય અભણ આધેડની જમીન તેમના ભત્રીજાઓએ ખોટા દસ્તાવેજો બનાવી પચાવી પાડી વેચી દીધી હતી. જે અંગેની જાણ થતાં તેમણે 12 જણા વિરૂધ્ધ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

બોરીયા બેચરાજીમાં રહેતા હેમતાજી રામાજી ઠાકોર તથા તેમના કાકા ફતાજીની ખેતીલાયક જમીન બોરીયા બેચરાજી અને ભાદરોડાની સીમમાં આવેલી છે. જોકે હેમતાજીના કાકાનું મરણ થતાં જમીન તેમના દીકરાઓને રેવન્યુ રાહે નામ દાખલ કરી અપાઇ હતી. બીજી તરફ બોરીયા બેચરાજીમાં તેમનો દીકરો ખેતી કરતો હતો. જયારે ભાદરોડાની જમીનમાં કાકાના દીકરા ખેતી કરતા હતા. જે અંગે મૌખિક સમજૂતી પણ થઇ હતી. બીજી તરફ હેમતાજીના કાકાના દીકરાઓએ ભાદરોડાની જમીનમાંથી હેમતાજીનું નામ ખોટા દસ્તાવેજો બનાવી કમી કરાવી દીધુ હતું. જયારે બોરીયા બેચરાજીની જમીનમાંથી કાકાના દીકરાઓએ કશું કર્યુ હતું. જે અંગે હેમતાજીને માસ અગાઉ ખબર પડતા બોરીયા બેચરાજીમાં આવેલ સર્વે નં.131નું વેચાણ થઇ ગયુ હતું. જેમાં હેમતાજીને બદલે તેમના ફૂવા સવધાનજી બબાજી ઠાકોરનો ફોટો પડાવી રજીસ્ટર દસ્તાવેજ કરી દીધો હતો. મળતી માહિતી મુજબ જમીન સેંધાભાઇ રણછોડભાઇ ચૌધરી (રહે.માતાપુરા, છાલા)ને વેચી દીધી હતી. જેથી હેમતાજીએ 12 જણા વિરૂધ્ધ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના કાકાના દીકરા, જમીન દલાલ અને જમીન ખરીદનારનો સમાવેશ થાય છે.

લોકો સામે ફરિયાદ થઇ

-બદાજીફતાજી ઠાકોર

-કેદારજીફતાજી ઠાકોર

-દોલાજીફતાજી ઠાકોર

-ચંપુજીફતાજી ઠાકોર

-મંગાજીફતાજી ઠાકોર

-શાંતાબેનજવાનજી ફતાજી ઠાકોર

-જશુજીજવાનજી ઠાકોર

-સંજયસિંહઅમરસિંહ ઝાલા (જમીન દલાલ)

-સવધાનજીબબાજી ઠાકોર (ફૂવા)

-ગુલાબસિંહરૂમાલસિંહ મકવાણા

-અનિલકુમારસેંધાભાઇ ચૌધરી

-સેંધાભાઇરણછોડભાઇ ચૌધરી