• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Siddhpur
  • સિદ્ધપુર ડેન્ટલ કોલેજ છાત્રોની હડતાળ બીજા દિવસે પણ યથાવત

સિદ્ધપુર ડેન્ટલ કોલેજ છાત્રોની હડતાળ બીજા દિવસે પણ યથાવત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુર ડેન્ટલ કોલેજ છાત્રોની હડતાળ બીજા દિવસે પણ યથાવત

સિદ્ધપુર સરકારી ડેન્ટલ કોલેજના છાત્રોની હડતાળ બીજા દિવસે રવિવારે પણ ચાલુ રહી હતી જેમાં તમામ 300 છાત્રોએ ડીન હટાવવાની માંગમાં અડગ રહ્યા હતા. જેઓને સમજાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. કોલેજના બીજા, ત્રીજા અને ચોથા વર્ષના છાત્રોએ જણાવ્યું હતું કે અગાઉ આજ ડીન દ્વારા ઘણા વાયદા આપવામાં આવ્યા છે. છેલ્લા 3 વર્ષથી અમને હેરાન કરાઇ રહ્યા છે. ડીનની કોલેજમાંથી હકાલપટ્ટી થશે તોજ અમો હડતાળ સમેટીશું. ચાર તબીબો સામેના આક્ષેપો અમારા નથી પણ વહીવટીતંત્રનો આખો પ્લાન હોવાનું પણ કહ્યું હતું. છાત્રા કૃતિકા અને નિધિએ રોષ ભેર જણાવ્યું હતું કે અમે 2 લાખ ફી ભરીએ છીએ છતા કોલેજમાં એ.સી. ચાલુ નથી, લાયબ્રેરીમાં રેફરન્સ બૂકો નથી. ચોથા વર્ષનો અભ્યાસ ચાલુ થઇ ગયો છતા બુકો આવી નથી. હોસ્ટેલમાં પીવાના પાણીનો આર.ઓ પ્લાન્ટ નથી. જોકે બાબતો અંગે ડીનનો સપર્ક કરતા ડીન ધર્મેન્દ્ર શાહે બાયોમેટ્રીક એટેન્ડેન્સ મશીન આજે આવ્યુ છે તેમજ છાત્રોની માંગણીઓ દશ દિવસમાં પૂર્ણ થઇ જશે તેવો પુનરોચ્ચાર કર્યો હતો./નિરંજન ઠાકર

અન્ય સમાચારો પણ છે...