તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Siddhpur
  • સિદ્ધપુરમાં ઔદિચ્ય બ્રાહ્મણોના કુળદેવીનો પાટોત્સવ યોજાયો

સિદ્ધપુરમાં ઔદિચ્ય બ્રાહ્મણોના કુળદેવીનો પાટોત્સવ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુરઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિનાં કુળદેવી તથા સમસ્ત નગરજનોની આદ્યશક્તિ અંબાવાડીમાં બિરાજમાન અંબાજી માતાનો પાટોત્સવ બુધવારે ધામધૂમ પૂર્વક વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે યોજાયો હતો.

મંદિર ખાતે સવારે નવચંડી હવન સાંજે પૂર્ણાહુતિ અને સાંજે માતાજીની નગર પરિક્રમા નીકળી હતી. નગર પરિક્રમામાં મોટી સંખ્યામાં માઇભક્તો જોડાયાં હતા. મહિલા મંડળની બહેનોએ માતાજીની પ્રસાદી સ્વરૂપે માતાજીની સાડીઓનું વિતરણ કર્યું હોવાનું કમિટીના ચેરમેન સુરેશભાઇ આચાર્યએ જણાવ્યુ હતું. જ્ઞાતિના પ્રમુખ અવિનાશભાઇ ઠાકરે જણાવ્યું હતું કે નગરજનોના કલ્યાણ અર્થે માતાસમક્ષ હોમાત્ક યજ્ઞ કરાયો હતો. પ્રસંગે અવિનાશભાઇ ઠાકર, સુરેશભાઇ આચાર્ય, અતુલભાઇ પાધ્યા, રાજુભાઇ પંડ્યા, ચેતનભાઇ પાધ્યા, રશ્મિનભાઇ પાધ્યા સહિતના જ્ઞાતિબધુઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉર્વેશભાઇ પંડયાએ સવારે માતાજીને 108 દિવાની આરતી પૂજન કર્યા હતા. મંદિર રોશનીથી ઝળહળી ઉઠયું હતું.

અન્ય સમાચારો પણ છે...