• Gujarati News
  • સિદ્ધપુરમાં ફરીથી તસ્કરો ત્રાટક્યા બંધ મકાનમાં 35 હજારની ચોરી

સિદ્ધપુરમાં ફરીથી તસ્કરો ત્રાટક્યા બંધ મકાનમાં 35 હજારની ચોરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુરશહેરમાં ફરી એકવાર તસ્કરો ત્રાટક્યા હતા. સનનગર સોસાયટીમાં શિક્ષક દંપતીના મકાનમાં થયેલ ચોરીની હજુ શાહી સુકાઇ નથી ત્યાં વિસ્તારની બીજી સોસાયટીમાં રૂ.35 હજારથી વધુની મત્તાની ઉઠાંતરી થઈ છે.

પોલીસે જણાવ્યા મુજબ સિદ્ધપુર હાઇવે પર જીઇબી પાસે આવેલ અંબિકાનગર સોસાયટીમાં બંગલા નં.5 માં રહેતા કલ્પેશકુમાર સેવંતીલાલ ઠક્કર ગત 10 મેના રોજ પરિવાર સાથે ડીસા ખાતે સબંધીના ત્યાં લગ્નમાં ગયા હતા ત્યારે સોમવારે તેમના ઘરે મહેમાન આવતા તેમણે ઘર ખોલીને રહેવા જણાવતા મહેમાન ઘર ખોલીને અંદર જતા મકાનમાં બધો સામાન વેરવિખેર અને તિજોરીઓ તૂટેલી જોવા મળ્યા હતા. તેમણે તાત્કાલિક કલ્પેશભાઇને જાણ કરતા તેઓ તાબડતોબ દોડી આવ્યા હતા. અને તપાસ કરતા મકાનના પાછળના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી તિજોરી તોડી તેમાંથી રૂ.35000 રોકડા અને 70 ગ્રામ ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા હતા.