સિદ્ધપુરમાં એક્ટિવા, મોબાઇલની ચોરી કરનાર બે શખ્સ ઝડપાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુર |શહેરમાંથી બે શખ્સોને શંકાસ્પદ હાલતમાં પકડી લઇ પૂછતાછ કરતા એક શખ્સ પાસેથી ચોરીનું એક્ટિવા અને બીજા શખ્સ પાસેથી ચોરીનો મોબાઇલ મળી આવતાં સળીયા પાછળ ધકેલી દેવાયા હતા. પીએસઆઇ એ.એ.ચાવડાએ જણાવ્યું કે તાહેરપુરાના વસીમશા ગુલામશા ફકીર પાસે એકટીવા જીજે 24 પી 5625ના કાગળ માગતા તેની પાસે હતા. પુછપરછ કરતા ચોરી કર્યાની કબૂલાત કરી હતી. જ્યારે જુનેદ શાબીરભાઇ મનસુરી નવાવાસને પકડી ઝડતી લેતા રૂ.5000નો ચોરીનો મોબાઇલ મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...