• Gujarati News
  • સિદ્ધપુર બિંદુસરોવર પીક અપ સ્ટેન્ડ નજીક એક સાઇડે બમ્પ બનાવાયો

સિદ્ધપુર બિંદુસરોવર પીક-અપ સ્ટેન્ડ નજીક એક સાઇડે બમ્પ બનાવાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુરબિંદુ સરોવર પીકઅપ સ્ટેન્ડ પાસે છેલ્લા કેટલાક સમયથી અવારનવાર અકસ્માતો થતા હોઈ સ્પિડ બ્રેકર બનાવવા એકાદ વર્ષથી માંગ થતી હતી. જેમાં મામલો મંજૂરી હેઠળ હોવાનું કહી વાત ટાળી દેતા માર્ગ મકાન વિભાગ દ્વારા છેવટે સ્પિડ બ્રેકર બનાવવાની ફરજ પડતા તેનું કામ શરૂ કરાયું છે. જોકે હાલ એકજ બાજુએ બમ્પ કરાયો છે. બીજી તરફ મંજૂરી મળી ગયા પછી નિર્ણય કરાશે તેમ તંત્રના અધિકારીએ જણાવ્યું હતું.

એક વર્ષમાં 15 જેટલા લોકોના મોત થયા હતા. એટલું નહીં એક અકસ્માતમાં તો આખુ પીકઅપ સ્ટેન્ડ પણ ધરાશયી થયું હતું. બિંદુસરોવર જવાનો પણ મુખ્ય માર્ગ છે. સોસાીટીઓમાં જવા આવવાનો પણ પ્રવેશદ્વાર છે તેથી વારંવાર અકસ્માત થઇ રહ્યા હોવાથી રોડ ઇન્ડિકેટર અને સોડિયમ લાઇટો પણ મુકાઇ છે. તે પણ બંધ થઇ ગઇ હતી. પરંતુ રાજકીય અને સામાજિક સ્તરેથી રજૂઆતો થતા સ્પિડ બ્રેકર લગાવાતા લોકોએ હાશ અનુભવી હતી.