• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Siddhpur
  • સિધ્ધપુરમાં વેરો નહી ભરનાર વેપારીઓની દુકાનોને સીલ લાગ્યા

સિધ્ધપુરમાં વેરો નહી ભરનાર વેપારીઓની દુકાનોને સીલ લાગ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરો નહી ભરનાર 30 જેટલી દુકાનો સામે પાલિકાની લાલ આંખ

સિધ્ધપુરનગરપાલીકા વિસ્તારના વેપારીઓ દ્વારા વેરો ભરપાઇ થતાં બાકીદારો સામે લાલ આંખ કરી 30 જેટલી દુકાનોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાતાં બાકીદારોમાં હલચલ મચી જવા પામી હતી.

પાલિકાના ચિફ ઓફીસર અેમ.જી.ચૌહાણે જણાવ્યું હતું કે સિધ્ધપુર પાલીકાના પ્રમુખ અજીતભાઇ મારફતીયાની સુચનાથી નગરપલિકાના કર્મચારીઓની એક ટીમ બનાવી વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરાઇ હતી.

જેમાં વેરો ભરનાર 30 જેટલા વેપારીઓની દુકાનોને સીલીંગ કરવાની કાર્યવાહી નગરપાલિકા કર્મચારી કૌશિકભાઇ ત્રિવેદી, સતીષભાઇ પટેલ, અસલમભાઇ મેમણ તેમજ પોલીસના માણસો મકબુલખાન ચૌહાણ, બાબુભાઇ રાજગોર વગેરેએ શરૂ કરી હતી.

અત્રે નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી વેરો ભરતા બાકીદારો સામે લાલ આંખ કરાતાં સીલ કરવાનું શરુ કરાયુ઼ હતુ઼. તો ઘટનાથી કેટલાય બાકીદારોએ વેરાના ચેક જમા કરાવીને સહકાર આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...