• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Siddhpur
  • સિદ્ધપુર |સિદ્ધપુર ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 67મા જન્મદિવસની ઊજવણી

સિદ્ધપુર |સિદ્ધપુર ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 67મા જન્મદિવસની ઊજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુર |સિદ્ધપુર ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 67મા જન્મદિવસની ઊજવણી સાંસદ દિલીપભાઇ પંડયાની ઉપસ્થિતિમાં કરાઇ હતી. સાંસદ તેમજ કાર્યકર્તાઓએ નાગવાસણ પાંજરાપોળે જઇ 67 ગાયમાતાનું પૂજન કર્યુ હતું. જેમાં 67 કિલો ગોળ, 67 કિલો ખાણ તેમજ 67 મણ લીલો ઘાસચારો દાન કરી નમો એપ્સનું કાર્યકતાઓ દ્વારા ડાઉનલોડ કરાઇ હતી. કાર્યક્રમમાં એપીએમસી ચેરમેન અમરતભાઇ દેસાઇ, તાલુકા ભાજપ પ્રમુખ વિષ્ણુભાઇ પટેલ, ગણેશપુરા સરંપચ કલાવતીબેન પટેલ, વરસીલા સરપંચ જનકભાઇ રાજપુત ઉપસ્થિત રહ્યા હતા. તસવીર- નિરજંન ઠાકર

સિદ્ધપુરમાં ભાજપ કાર્યકર્તાઓએ મોદીનો જન્મદિવસ ઊજવ્યો

અન્ય સમાચારો પણ છે...