તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Siddhpur
 • સિદ્ધપુર ગણેશમય બન્યું, નિરંજન પંડ્યાના ભજનોએ રંગત જમાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધપુર ગણેશમય બન્યું, નિરંજન પંડ્યાના ભજનોએ રંગત જમાવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિધ્ધપુરશહેરમાં કોઠારીવાસના તુલસી કે રાજાના ગણપતિ ઉત્સવે છેલ્લા દિવસથી અનેરુ આકર્ષણ ખડું કર્યુ છે. રાસમંડળ, સુંદરકાંડ, ગણેશયાગ પિયુષભાઇના ભજનો, દાંડીયારાસ અને શનિવારે રાત્રે નિરંજનભાઇ પંડયાના ડાયરાએ તો શહેરીજનોને ડોલાવી દીધા હતા. દર્શકો ઉમટી પડતાં ટીવી સ્ક્રીન મુકવી પડી હતી.

શહેરમાં ઠેર ઠેર વિસર્જન યાત્રાઓ નીકળી હતી. છેલ્લા 81 વર્ષથી ગણેશ ઉત્સવ કરતા સાર્વજનિક ગણેશમંડળના ગણેશજીની મૂર્તિનું વિસજન કરાયું હતું. નિરંજન પંડયાના કંઠે ગવાયેલા ભજનોના ડાયરામાં મોટી રાત સુધી દર્શકોને ડોલાવ્યા હતા. જયારે રવિવારે સવારે ગણેશજી તુલસી કા રાજાનું વાજતે ગાજતે વિસર્જન કરાયુ હતું. સિધ્ધેશ્વરી યુવક મંડળ દ્વારા સાત દિવસ સુધી વિવિધ કાર્યક્રમો થકી શહેરમાં આકર્ષણ ખડુ કર્યુ હતું. ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત, ગૌતમભાઇ દવે, દેવીપ્રસાદભાઇ ઠાકર, અવિનાશભાઇ ઠાકર, મનીષભાઇ આચાર્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

‘તુલસી કા રાજા ગણેશજી’નું વાજતે ગાજતે વિસર્જન

ભજનિક નિરંજન પંડ્યાઅે ભજન રજૂ કર્યા હતા. તસવીર- નિરંજન ઠાકર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો