તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Siddhpur
 • ખારેડા, રૂપપુર અને કારોડામાં ભાદરવી નોમે રામદેવજીના મંદિરે નેજા ચઢાવાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખારેડા, રૂપપુર અને કારોડામાં ભાદરવી નોમે રામદેવજીના મંદિરે નેજા ચઢાવાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સરસ્વતીતાલુકાના ખારેડા ગામે ભારદવા સુદ 9ના રોજ રામદેવપીર મંદિરે નેજા રોપણ કરાયુ હતું. જ્યારે રૂપપુર અને કારોડામાં પણ નેજા ચઢાવાયા હતા.

સમસ્ત ખારેડા ગ્રામજનો દ્વારા સવારે ચોકમાં નેજા સાથે દેશી તબલાના તાલે રામાપીરના ભજનો ગાયા બાદ ઢોલના તાલે રામાપીરના મંદિર સુધી નાચગાન સાથે પહોચ્યા હતા. ત્યાં મંદિરના શિખર ઉપર નેજારોપણ કરાયુ હતું. બપોરે યજ્ઞના આચાર્યે પદે સિધ્ધપુરના અવિનાશભાઇ ઠાકરે વિધિ કરી હતી. સાંજે સંતવાણી કાર્યક્રમમાં સંત અજમલદાસ બાપુએ સત્સંગના મહિમાનો ઉદ્દેશ આપ્યો હતો.

ચાણસ્મા: ભાદરવાસુદ એકમથી અગીયારસ સુધી રામદેવજીના મંદિરે ભજન કિર્તન નેજા ચડાવવા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું ભકતો દ્વારા કરાય છે. તેમાં ચાણસ્મા તાલુકાના રૂપપુર હાઇવે પર આવેલા રામદેવ પીરજીના મંદિરે ચાણસ્મા જીપડ્રાઇવર એસોસીયન નાના મોટા ચાની લારી, પાનના ગલ્લાવાળા વેપારીઓ દ્વારા ચાણસ્મા સર્કલથી બેન્ડવાજા સાથે નેજાની શોભાયાત્રા કાઢી રામદેવજીના જય જયકાર સામે નીજ મંદિરના શિખર ઉપર નેજા ચઢાવ્યા હતા. તે રીતે કારોડા, વડાવલી, ખોરસમ, પલાસર, સેવાળા, ખારીઘારીયાલ, ભાટવાસણા ગામે પણ નેજા ગામલોકો દ્વારા ચઢાવાયા હતા.

સરસ્વતી તાલુકાના ખારેડા ગામે રામદેવ પીરની નેજાયાત્રા નીકળી હતી. તસવીર- કેવળજી ઠાકોર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો