• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Siddhpur
  • સિદ્વપુર | સિદ્વપુરતાલુકાના બીલીયાથી કામલી તરફ જવાના માર્ગ ઉપર ગુરૂવારની

સિદ્વપુર | સિદ્વપુરતાલુકાના બીલીયાથી કામલી તરફ જવાના માર્ગ ઉપર ગુરૂવારની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્વપુર | સિદ્વપુરતાલુકાના બીલીયાથી કામલી તરફ જવાના માર્ગ ઉપર ગુરૂવારની રાત્રે પુર ઝડપે અને ગફલતભરી રીતે પસાર થઇ રહેલા અજાણ્યા ઇકો ગાડીના ચાલકે બાઇક સવારને ટક્કર મારતા મુસ્લીમ યુવાનનુ ગંભીર ઇજાઓના કારણે કરૂણ મોત નિપજ્યુ હતુ. જ્યારે અન્ય એકને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી સિદ્ધપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવા પામી છે.

બનાવની સિદ્વપુર પોલીસ તરફથી મળતી હકીકત મુજબ ઉંઝા તાલુકાના કામલી ગામે રહેતા પટેલ રાકેશભાઇ ત્રિભોવનદાસ કે જેઓનું સિદ્વપુર ખાતે લેથમશીન કારખાનુ ચાલતુ હોય જેના કારીગર તરીકે કામ કરતા કાંમલી ગામના આસિફભાઇ મનસુરી ગુરૂવારની રાત્રે કારખાનું કામકાજ પતાવી બન્ને જણા બાઇક ઉપર સિદ્વપુરથી કાંમલી જવા બાલીયા માર્ગ ઉપરથી નિકળ્યા હતા ત્યારે રાત્રીના 8.30 કલાક ના સુમારે બીલીયા કામલી માર્ગ પર આવેલા ગણપતિ મંદિર નજીક પુરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા અજાણ્યા ઇકો ગાડીના ચાલકે બાઇકને ટક્કર મારતા આસિફભાઇનુ ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. જ્યારે રાકેશભાઇ પટેલને ઇજાઓ થતાં તેઓને સારવાર અર્થે પહોંચાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...