તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Siddhpur
 • સિધ્ધપુરમાં 10.41 લાખના ખર્ચે નવીન જનસુવિધા કેન્દ્ર બનાવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિધ્ધપુરમાં 10.41 લાખના ખર્ચે નવીન જનસુવિધા કેન્દ્ર બનાવાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિધ્ધપુરપાલિકા દ્વારા પૂર્વ વિસ્તારના લોકોના લાભાર્થે નવીન જનસુવિધા કેન્દ્ર સીટી સીવીક સેન્ટરનું ખાતમુહૂર્ત ગુરૂવારે પાલિકા સત્તાધીશોની ઉપસ્થિતિમાં કરાયું હતું જે તૈયાર થયે શહેરના પૂર્વ વિસ્તારના રહીશોને વિવિધ કામો માટે નજીકમાં સુવિધા મળી રહેશે અને છેક પાલિકા કચેરીએ ધક્કા ખાવાની ફરજ પડશે નહી.

પાલિકા પ્રમુખ અજીતભાઇ અને ઉપપ્રમુખ ગૌતમભાઇ દવેની ઉપસ્થિતીમાં બાંધકામ કમીટી ચેરમેન વિકાસ પ્રજાપતિના હસ્તે કામગીરીનો આરંભ થયો હતો. પ્રમુખ અજીતભાઇ મારફતીયાના જણાવ્યા મુજબ રૂ.10.41 લાખના ખર્ચે સરસ્વતી શીશુમંદીર નદીરોડ પાસે આકાર પામનાર સીવીક સેન્ટરથી નવીન ઓજી વિસ્તાર વોર્ડ નંબર 4,5 સહીતના શહેરના પૂર્વ તરફના વિસ્તારના રહીશોને પાણી,ગટર,લાઇટ માટેના પ્રશ્નો માટેની સેવા અહીંથી મળી શકશે.અહીં પાલીકાની સબંધિત તમામ ફરીયાદ અને નીકાલની વ્યવસ્થા થશે જેમાં ઓજી વિસ્તાર, માધુ પાવડીયા, હીંગળાજ માતા મંદીર,બ્રહમાંડેશ્વર તેમજ વોર્ડ 5 ના હનુમાનગલી નવાવાસ ધર્મચકલાના લોકોને વહીવટીય અનુકૂળતા સર્જાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો