• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Siddhpur
  • સિદ્વપુર તા. પંચાયતનું 23 કરોડની પુરાંતવાળુ બજેટ સર્વાનુંમતે મંજુર

સિદ્વપુર તા. પંચાયતનું 23 કરોડની પુરાંતવાળુ બજેટ સર્વાનુંમતે મંજુર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિધ્ધપુરખાતે મંગળવારે બપોરે તાલુકા પંચાયતના હોલ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર ના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા યોજાઇ હતી જેમાં તાલુકા વિકાસ અધિકારી બી.કે.જોષી તથા સૈયદ નશરૂલ્લાની ઉપસ્થિતમાં 2016 - 17 ના વર્ષનું સુધારેલું તથા 2017/18 ના વર્ષનું રૂ.23,19,82,087 નું પુરાંતવાળુ અંદાજપત્ર 22 પૈકી 19 સદસ્યોની ઉપસ્થિતિમાં સર્વાનુંમતે મંજુર કરવામાં આવ્યુ હતું.

સને 2016 - 17 નું સુધારેલું અંદાજપત્ર મુજબ કુલ રૂ. 72,71,75,000 તથા અને વર્ષ 2017-18 નું રૂ. 19,17,91,687 મળી કુલ અેકંદરે આવક રૂ. 95,89,66,687 સામે કુલ ખર્ચ રૂ. 72,69,84,600 બાદ કરતા રૂ. 23,19,82,089 પુરાંતવાળુ બજેટ ઉપસ્થિત 19 સદસ્યોની સર્વ સંમતિથી મંજુર કરવામાં આવ્યુ હતું.

અંગે પંચાયત પ્રમુખ વિક્રમસિંહ ઠાકોરે જણાવ્યુ હતું કે 2017-18 નવિન બજેટમાં હાલમાં તાલુકામાં જયા રોડ જૂના અને બિસ્માર હાલતમાં છે તેઓનું સમારકામ તથા જરૂર જણાય ત્યા નવિનકરણ કામ હાથ ધરાશે અને જયા રોડ નથી ત્યાર નવિન રોડ માટેની મંજુરી લઇ કામ હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...