તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Siddhpur
 • સોશિયલ મીડિયામાં અભદ્ર ભાષાપ્રયોગ સામે બ્રહ્મસમાજમાં રોષ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોશિયલ મીડિયામાં અભદ્ર ભાષાપ્રયોગ સામે બ્રહ્મસમાજમાં રોષ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિદ્ધપુરબ્રહ્મ સમાજ દ્વારા બુધવારે સવારે બ્રહ્મ સમાજ વિરૂધ્ધ ઓડીયા વીડીયો કલીપ દ્વારા બદનામ કરનાર સંગીતાબેન ચાંડપા અને લક્ષ્મણભાઇ પરમાર વિરૂધ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે ધર્મચકલાથી માૈનરેલી કાઢી તલાટીનાં ચોરા પાસે આવી પ્રાંત અધિકારી જસંવતભાઇ જેગોડાને એક આવેદનપત્ર આપ્યું હતું.

બ્રહ્મસમાજનાં પ્રમુખ અવિનાશભાઇ ઠાકર મહિલામંડળનાં પ્રમુખ કોકીલાબેન પાધ્યા, હર્ષાબેન શુકલએ જણાવ્યું હતું કે સંગીતાબેન ચાંડપા અને લક્ષ્મણભાઇએ બ્રાહ્મણ સમાજ વિરૂધ્ધ ઓડીયો વીડીયો કલીપ દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરી સમાજને બદનામાકરી વર્ગ વિગ્રહ કરવાની સાજીશ કરી છે તે બદલ તેઓ વિરૂધ્ધ કાયદેસરનાં પગલા ભરવા માંગ કરી હતી અને લેખિત માફી માંગવાની માંગ કરી હતી. પ્રાંત અધિકારી જશવંતભાઇ જેગોડાએ આવેદનપત્ર સ્વીકારતા યોગ્ય કાર્યવાહીની ખાત્રી આપી હતી. રેલી અને આવેદનપત્ર કાર્યક્રમમાં અવિનાશભાઇ ઠાકર, કોકીલાબેન પાધ્યા, હર્ષાબેન શુકલ, પ્રકાશબેન દવે, મહેસાણાથી અલકાબેન ત્રિવેદી, પ્રફુલાબેન પંડ્યા સહિત મહિલા મંડળ તેમજ યુવાનો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો