• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Siddhpur
  • રૂપિયા પડી ગયા હોવાનું કહી બેગ ઝુંટવી ગઠિયો ફરાર, સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામના 2 યુવાનો ભોગ બન્

રૂપિયા પડી ગયા હોવાનું કહી બેગ ઝુંટવી ગઠિયો ફરાર, સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામના 2 યુવાનો ભોગ બન્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામના બે યુવકો પાલનપુર ગઠામણ દરવાજા પાસે આવેલી એચડીએફસી બેન્કમાં રૂ. 13.15 લાખ નાણા ઉપાડી બેન્ક બહાર આવ્યા તે સમયે બે શખસોએ નજર ચુકવી રૂ. 13.15 લાખ ભરેલ બેગની ચોરી કરી લઇ ગયા હતા. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

કાકોશી ગામે રહેતા અને પશુઓના વ્યવસાય સાથે સંકળાયેલા જાવેદ મુસાભાઇ બલોચના ખાતામાંથી ગામના અબ્દુલ વાહીદ મુસ્તુફાભાઇ બલોચ અને ડ્રાઇવર મહંમદહનીફ રમુભાઇ બહેલીમ ગુરુવારે પાલનપુર ગઠામણ દરવાજા વિસ્તારમાં આવેલ એચડીએફસી બેન્કમાંથી રૂ. 13.15 લાખ ઉપાડી કાકોશી જવા નિકળ્યા હતા. તે સમયે બેન્ક બહાર પડલી કાર પાસે એક ગઠીયો આવી અબ્દુલભાઇ બલોચ ને કહ્યું કે તમને મેનેજર બોલવે છે જેથી અબ્દુલભાઇ મેનેજરને મળવા ગયા હતા. તે સમયે મહમદભાઇ બહેલીમને બીજા શખસે કહ્યું કે તમારા શેઠના પૈસા પડી ગયા જેથી નીચે પડેલ દસની નોટો ઉપાડવા જતા ગઠીયો કારમાં પડેલ રૂ. 13.15 લાખની ચોરી કરી લઇ ગયો હતો.

બેન્કમાંથી પરત આવેલ અબ્દુલભાઇએ કહે નાણા ભરેલી બેગ ક્યાં છે જેથી ડ્રાઇવરે કારમાં જોતા ગઠીયો બેગની ચોરી કરી લઇ ગયો હોવાનું જાણ થઇ હતી. ઘટનાને પગલે પૂર્વ પોલીસને જાણ કરી હતી.

પાલનપુરમાં ગુરુવારે ગઠામણ દરવાજા વિસ્તારમાં આવેલી એચડીએફસી બેન્ક બહારથી કારમાંથી13.15 લાખની ચોરી કરી બે ગઠીયાઓ ફરાર થતા પોલીસે તપાસ હાથ ધરી છે.તસવીર-અંકિત વ્યાસ

અન્ય સમાચારો પણ છે...