તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કરન્યુઝ | સિધ્ધપુર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યુઝ | સિધ્ધપુર

સિધ્ધપુરતાલુકાના કુંવારા ગામની ઘોડી તોરલે મહારાષ્ટ્રમાં યોજાયેલ અશ્વદોડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ટ્રોફી અને 51 હજાર રૂપિયા ઇનામ પ્રાપ્ત કયુ હતું.

સિધ્ધપુર તાલુકાના કુંવારા ગામના મેપાજી ડી. દરબારની તોરલ ઘોડીની એક પછી એક રેસમાં વિજય મેળવતી રહી છે. છેલ્લી સાત સ્પર્ધાઓમાં તેણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ઼ હોવાનું અશ્વ ફાર્મના માલિક મેપાજીએ જણાવ્યુ હતુ.

મહારાષ્ટ્રના નાશિક પાસેના એવોલા ગામે દર વર્ષે ઘોડાની રેસનું આયોજન થાય છે. જેમાં મુંબઇ, નેરલ, માથેરાન, પરલી વૈજનાથ, નાંદેડ, માલેગાંવ, નાશિક, ઔરંગાબાદ, સુરત માંથી ગુજરાતનાં કચ્છ,ભુજ, પોરબંદર, અમદાવાદ, સુરત માંથી લગભગ 200 અશ્વોએ 8 માર્ચને બુધવારના રોજ દોડ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં સિધ્ધપુર તાલુકામાં કુંવારા ગામની તોરલ ઘોડીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતાં ટ્રોફી , રૂ.51 હજાર રોકડ ઇનામ તેમજ રૂ.25000 બક્ષીસ મળી હતી.

તોરલ ઘોડીએ અગાઉ ભાભર ખાતેની સ્પર્ધા , ઇન્ડોપાક સ્પર્ધા નડાબેટ , ખેરાલુના લાલાવાડની સ્પર્ધા તેમજ વડનગરના ભાલકમાં યોજાયેલ સ્પર્ધાઓમાં પ્રથમ નંબર મેળવ્યો હતો.

અશ્વદોડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ટ્રોફી અને 51 હજાર રૂપિયા ઇનામ પ્રાપ્ત કર્યુ હતું.નિંરજન ઠાકર

સિધ્ધપુરના કુંવારાની ઘોડીએ મહારાષ્ટ્રમાં મેદાન માર્યુ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો