• Gujarati News
  • સિદ્ધપુરમાં મકાનની દીવાલ ધરાશયી થતાં એક ઘાયલ

સિદ્ધપુરમાં મકાનની દીવાલ ધરાશયી થતાં એક ઘાયલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરી પોળ વિસ્તારમાં અચાનક દીવાલ પડી

સિદ્ધપુરનાધોરીપોળ વિસ્તારમાં એક જૂના મકાનની દિવાલ શનિવારને મોડી સાંજે અગમ્ય કારણોસર ધસી પડતાં નજીક ઉભેલો એક યુવાન ઇજાગ્રસ્ત બન્યો હતો. જ્યારે બે વાહનો દટાઇ ગયા હતા.

શહેરના ધોરીપોળ પાસે રહેતાં રાજ ઠાકરના મકાનની એક દિવાલ સાંજે 7-30 કલાકે ઓચિંતી તૂટી પડી હતી. જે સમયે નજીક ઉભેલા મહેશભાઇ વેલાજી ઠાકોર (40) પર પડતાં તેને ઇજાઓ થઇ હતી. જ્યારે પાસે પાર્ક કરેલ બે બાઇકોને નુક્સાન થવા પામ્યું હતું. જ્યારે મહેશભાઇને સિદ્ધપુર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જેઓના ડાબા પગ ઉપર ઇજાઓ થતાં ફરજ પરના ર્ડા. બીપીન પ્રજાપતિએ પ્રાથમિક સારવાર આપી તાત્કાલીક ધારપુર હોસ્પિટલ ખાતે રીફર કરાયોહતો.

સિદ્ધપુરમાં ધોરી પોળ પાસે એક મકાનની દિવાલ તૂટી પડી હતી. (નિરંજન ઠાકર)