તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સિદ્ધપુરમાં હનુમાજીના લાભાર્થે છેલ છબીલા દાંડીયા રાસ યોજાયો

સિદ્ધપુરમાં હનુમાજીના લાભાર્થે છેલ-છબીલા દાંડીયા-રાસ યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રેડીશનલ અને ગુજરાતી પોષાકમાં યુવાધન હિલોળે ચઢ્યું

કર્મઠ, સેવાકીય કાર્ય કરતાં સ્વ. યોગેશ ભટ્ટને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

ભાસ્કરન્યૂઝ. સિદ્ધપુર

જૂનીવ્હોરવાડમાં આવેલા છબીલા હનુમાજી મંદિરના લાભાર્થે બાલવીર યુવક મંડળ દ્વારા સાધુ-સંતોની ઉપસ્થિતીમાં અંબાવાડી ખાતે રવિવારે રાત્રે છેલ છબીલા દાંડીયારાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં મહોલ્લાઓમાં ચોથથી પૂનમ સુધી ગરબા ગવાતા હોઇ યુવાધન ટ્રેડીશનલ ડ્રેસમાં હીલોળે ચઢ્યું હતું.

કાર્યક્રમને મહિલા અગ્રણી સુહાસીનીબેન વ્યાસ, ર્ડા. જયનારાયણ વ્યાસ, પ્રજ્ઞાબેન ઠાકર, અજીતભાઇ મારફતીયા, અજીતભાઇ ઠાકર, બ્રહ્મ સમાજના પ્રમુખ-મંત્રી સહિતના આગેવાનોએ સંતો સાથે દીપ પ્રાગટ્ય કરીને દાંડીયારાસ ઉત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. બજરંગદાસબાપુ મહેસાણા, સુધાન્સુગીરી મહારાજ, ચંદ્રમોલેશ્વર મહાદેવ સિદ્ધપુર, વિનોદગીરી બાપુ, ગીરનારી બાપુ, મોનાજીબાપુ સહિતના સંતોએ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્ય હતા. અંગે બલવીર ગ્રુપના પ્રમુખ મીહીરભાઇ પાધ્યાએ જણાવ્યું હતું કે, કાર્યક્રમ થકી કુદરતી આપત્તિ,પશુ-પક્ષીને ચણ, અબોલ પશુઓની સારવાર, બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર કરવામાં મદદ કરવામાં આવશે અને છબીલા હનુમાન ખાતે હોમ-હવન, પૂજા, અર્ચન સહિતના વાર્ષિક કાર્યક્રમ યોજાય છે. રાસ-ગરબામાં મોડીરાત સુધી રંગત જમાવી હતી. બલવીર યુવક મંડળના સભ્યોએ મીહીરભાઇ પાધ્યાની સેવાઓ બિરદાવી સ્વાગત કર્યું હતુ઼. ટીવી સેટ ગુજરાતી હિન્દી ફિલ્મના સંગીતકાર વિશાલ પાધ્યાએ સંગીત પીરસ્યું હતું. કર્મઠ અને સેવાકીય સ્વભાવ ધરાવતાં પૂર્વ પાલિકા પ્રમુખ સ્વ યોગેશભાઇ ગોવિંદભાઇ ભટ્ટને ઉપસ્થિત સૌ કોઇએ બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

હનુમાનજી મંદિરના લાભાર્થે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમનું ર્ડા. જયનારાયણ વ્યાસ સહિત મહાનુભાવોએ દીપ પ્રગટાવી ઉદઘાટન કર્યું હતું. (નિરંજન ઠાકર)