તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિધ્ધપુરમાં કમળાની દહેશત, 48 દર્દીઓ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિધ્ધપુરમાંછેલ્લા 18 દિવસથી કમળોના રોગે શહેરમાં દેખા દીધી છે ત્યારે તે વધુ પ્રમાણમાં ફેલાય તે દિશામાં તંત્ર દ્વારા સઘન પગલાં રોજેરોજ લેવાઇ રહ્યા છે. શનિવારે વધુ 10 દર્દીઓ સિધ્ધપુર જનરલ હોસ્પિટલ માં દાખલ થતાં 18 દિવસમાં 48 દર્દીઓ કમળાના નોંધાયા છે. જોકે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સતીષ કે. મકવાણા અને આરોગ્યની ટીમ સતત સિધ્ધપુર હાજર રહીને રોજે રોજ ની તપાસ હાથ ધરી રહ્યા છે. જેઓએ 20 ટીમો બનાવી શહેરના 2000 ઘરોનો કાળજી પૂર્વકનો અભ્યાસ કરી ઘરે ઘરે જરૂરી સુચનો આપ્યા હતા.

અંગે ધારપુરથી કમળાનાં સ્પેશ્યાલીસ્ટ ટીમ પી.એસ.એમ. આવી પહોંચી હતી અને દર્દીઓની જાત તપાસ કરી શહેર નું ભ્રમણ ક્યુ હતુ. તમામ કેસો દૂષિત પાણી પીવાથી થયા હોવાનું તારણ કાઢ્યુ હતુ.જેને લઇને કલેક્ટર સહીતના અધિકારીઓએ શહેરના પીવાના પાણીમાં દુષિત પાણી ભળે તે દિશામાં ચોક્કસ પગલાં લઇ રહ્યા છે.

સિધ્ધપુર તાલુકા હેલ્થ ઓફીસર ડો. રેખાબેન નાયકે જણાવ્યુ હતુ કે સગર્ભા 90 બહેનોને સિવિલમાં બોલાવીને ખાસ તેનાં કમળાના કોઇ લક્ષણ નથીને તેની તપાસ કરી છે. જેમાં કોઇ પોઝિટીવ કેશ મળ્યો નથી. બપોરે જિલ્લા આરોગ્ય અધિકારી એસ.કે.મકવાણાએ શહેરના તમામ વિસ્તારમાં અધિકારીઓને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો