તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Siddhpur
 • સિદ્ધપુરના ફાયરીંગ કેસના વધુ બે આરોપી ઝડપાયા,રિવોલ્વર જપ્ત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધપુરના ફાયરીંગ કેસના વધુ બે આરોપી ઝડપાયા,રિવોલ્વર જપ્ત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રીમાન્ડ દરમ્યાન બે આરોપીઓએ રીવોલ્વર શોધી આપી

સિધ્ધપુરનાવિપ્ર યુવાન પર બાઇક ચલાવવાની સામાન્ય બાબતને લઇને કેટલાક ઇસમો દ્વારા સમાધાન માટે બોલાવી ફાયરીંગ કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેમાં સિધ્ધપુર પોલીસે 5 ઇસમો વિરૂધ્ધ ગુન્હો નોંધી બે ઇસ્મોની અટકાયત કરી હતી.

અંગેની હકિકત એવી છે કે એક મહિના અગાઉ સિધ્ધપુરના વિપ્ર સમાજના પાર્થ પંચોલી નામના યુવાનને બાઇક ચલાવવાની સામાન્ય બાબતે શહેરના પાંચ શખ્સો સાથે બબાલ થઇ હતી. જેના સમાધાન માટે યુવાનને બોલાવી પાંચ શખ્સો દ્વારા હુમલો કરાયો હતો. અને પાર્થ પંચોલી પર ફાયરીંગ કરી પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જે અંગે સિધ્ધપુર પોલીસે પાંચ શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોંધી બે શખ્સો ની અટકાયત કરી હતી. જેમાં ભાગતા ફરતા 3 ઇસમોની ધરપકડના ચક્રોગતીમાન કરતા છેલ્લા 1 મહિનાથી નાસતા ફરતા વધુ બે ગુનેગારો ઝાખીરમીયાં ઝુલ્ફીકારમીયા સૈયદ અને ઝંઝીરમીયા ઝૂલ્ફીકાર મીયા સૈયદને પકડી લેવાયા હતા. જ્યારે મયુદીન અકબરમીયા સૈયદ નો દિકરો હજુ પકડાયો નથી. તેની તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો